For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન સાથે ટકરાઇ ઉત્તર પ્રદેશના મંત્રીની કાર, મંત્રી સહિત 3ના મોત

|
Google Oneindia Gujarati News

જૌનપુર, 19 મે: ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારમાં રાજ્યમંત્રી સતઇ રામ યાદવની સોમવારે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા તેમનું મોત થયું છે. સતઇ રામ એ સમયે પોતાના કારમાં સવાર હતા અને માનવરહિત રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યા હતા.

સતઇ રામ યાદવ જૌનપુરના રહેનારા હતા. તેમને રાજ્યમંત્રીનો હોદ્દો મળ્યો હતો. ઘટના એ સમયે ઘટી જ્યારે તેઓ પોતાના ઘરે જઇ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સતઇ રામની સાથે તેમનો ડ્રાઇવર અને ગનર પણ હતો. આ બંનેની પણ સતઇ રામની સાથે દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.

up
કહેવામાં આવી રહ્યું છે કે ત્રણે લોકો કારમાં સવાર હતા અને એક માનવ રહિત કોંસિંગથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પેસેંજર ટ્રેન આવી ગઇ અને કાર તેનો શિકાર બની ગઇ. ટ્રેનની સાથે ટક્કર થતા જ કારનું કચ્ચરઘાણ વળી ગયું અને સતઇ રામ, તેમના ડ્રાઇવર અને ગનર ત્રણેનું ઘટના સ્થળે જ મૃત્યું થઇ ગયું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોનું એ પણ કહેવું છે કે રેલવે ટ્રેકની વચોવચ્ચ તેમની કાર ખરાબ થઇ ગઇ હતી, જોકે તમામ વસ્તુઓ અંતિમ તપાસ બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

English summary
A Uttar Pradesh state minister died on Monday in an accident at an unmanned railway crossing in Jaunpur district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X