Power Cuts in UP: વીજળી કાપ પર સીએમ યોગીએ વ્યક્ત કરી નારાજગી, ઉર્જા મંત્રીને બોલાવી આપ્યા આ નિર્દેશ
Power Cuts in UP: ઉત્તર પ્રદેશમાં વિજળી કાપને લઈને હોબાળો મચી ગયો છે. સીએમ યોગીએ 22 જૂન સુધી વીજ કાપ ન મૂકવાની સૂચના આપી હતી, પરંતુ વિજળી વિભાગ ન ઈચ્છે તો પણ કાપ મૂકવો પડી રહ્યો છે. પાવર કટની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, સીએમ યોગીએ શુક્રવારે મોડી સાંજે ઉર્જા પ્રધાન એકે શર્મા અને વરિષ્ઠ અધિકારીઓને બોલાવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી.
રાજ્યભરમાં અવારનવાર વીજ કાપ પર નારાજગી વ્યક્ત કરતા, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે ઉર્જા પ્રધાન અરવિંદ કુમાર શર્મા અને યુપીપીસીએલના અધ્યક્ષ એમ દેવરાજને બોલાવ્યા અને તેમને પરિસ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.

તેમણે UPPCL ચીફને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સૂચના આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે અધિકારીઓની ફીડર મુજબની જવાબદારી નક્કી કરવી. તેઓએ દરેક જિલ્લાની સમીક્ષા કરવી. દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ બનાવવો, જેનું નિયમિતપણે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દેખરેખ રાખવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વીજ વ્યવસ્થા અંગે જાહેર કરાયેલી નીતિ, જેમાં જિલ્લા મથકોએ 24 કલાક, તાલુકાઓમાં 22 કલાક અને ગ્રામ્ય વિસ્તારોમાં 18 કલાક વીજ પુરવઠો આપવાની જોગવાઈ છે, તેનો સત્વરે અમલ કરવો.
તેમણે કહ્યું કે, "રોસ્ટર અનુસાર વીજળી ઉપલબ્ધ કરાવો. રાજ્યમાં ક્યાંય પણ વીજળીની અછત ન હોવી જોઈએ. જો જરૂર હોય તો, માંગને પહોંચી વળવા વધારાની વીજળી ખરીદો. તેમણે કહ્યું કે, દરેક જિલ્લાની દૈનિક ધોરણે સમીક્ષા કરો અને કંટ્રોલરૂમ બનાવવો. જેનું મોનિટરિંગ ડીએમ દ્વારા કરવુ.''
અગ્રતાના આધારે વીજ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવે અથવા બદલવામાં આવે.












Click it and Unblock the Notifications
