UP News : ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરો ગંગા એક્સપ્રેસવે, યોગી આદિત્યનાથે આપ્યો આદેશ
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, નિર્માણ થઇ રહેલો ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ ડિસેમ્બર 2024 પહેલા પૂરો કરી લેવામાં આવે, જેથી 2025માં કુંભ મેળામાં ભાગ લેવા આવતા લોકો તેનો ઉપયોગ કરી શકે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, બેઠક દરમિયાન અધિકારીઓને ગંગા એક્સપ્રેસ વે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ડિફેન્સ કોરિડોર ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને ગંગા એક્સપ્રેસને ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે, તેની સાથે ઔદ્યોગિક ક્લસ્ટરો પણ તૈયાર કરવામાં આવશે. તેના માટે જગ્યા નક્કી કરવા જણાવાયું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં જબરદસ્ત વિકાસ કામો થયા છે. વર્ષ 2017 સુધી રાજ્યમાં માત્ર 2 એક્સપ્રેસ વે હતા, પરંતુ આજે 6 એક્સપ્રેસ વે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બમણા થયા છે. સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરી છે.
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, નવા ભારતમાં નવા ઉત્તર પ્રદેશને એક્સપ્રેસ રાજ્ય તરીકે નવી ઓળખ મળી રહી છે. પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસવે પહેલેથી જ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે, જ્યારે ગંગા એક્સપ્રેસવે અને ગોરખપુર લિંક એક્સપ્રેસવેનું નિર્માણ ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વેને જોડવો જરૂરી છે, જે બુંદેલખંડની લાઈફલાઈન બની ગઈ છે, તે ઝાંસને ચિત્રકૂટ સાથે જોડે છે. આ માટે બજેટ પસાર કરવામાં આવ્યું છે. નવો એક્સપ્રેસ વે બુંદેલખંડના વિકાસની ગતિ વધારશે.












Click it and Unblock the Notifications
