UP News : હવે દરેક પોલીસ સ્ટેશનની થશે મોનિટરિંગ, ઉત્તર પ્રદેશ સરકારે આપી મંજૂરી
UP News : ઉત્તર પ્રદેશના દરેક પોલીસ સ્ટેરશન હવે સીસીટીવી કેમેરાની દેખરેખમાં હશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાની યોજનાને લીલી ઝંડી આપી છે.
શુક્રવારના રોજ યોગી આદિત્યનાથની કેબિનેટને આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ પછી પોલીસ સ્ટેશનમાં પજવણી, ભ્રષ્ટાચાર અને ફરિયાદીની વાત ન સાંભળવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી શકશે. સીસીટીવી કેમેરાની યોજનામાં 144.9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે પોલીસ સ્ટેશનને સીસીટીવી હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટેનો પ્રસ્તાવ પહેલેથી જ તૈયાર હતો, પરંતુ હવે તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત દરેક સર્કલ ઓફિસમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.
જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં 5 કેમેરા લગાવવામાં આવશે, જેથી પોલીસ સ્ટેશનમાં દરેક વસ્તુ પર નજર રાખી શકાય. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સીસીટીવી કેમેરામાં 12 મહિના સુધીના ફૂટેજ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા હશે.
રાજ્યના પોલીસ સ્ટેશનોમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાંથી હેરાનગતિની ફરિયાદો વારંવાર મળી છે. કેટલીકવાર આવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લાંચની ફરિયાદો અને ફરિયાદીની વાત ન સાંભળવાની ફરિયાદો પણ અધિકારીઓ સુધી પહોંચી રહી છે. આ માટે હવે પોલીસ સ્ટેશનોમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદ મળશે.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં 144.90 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગૃહ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ ગુણવત્તાના નાઈટ વિઝન કેમેરા પણ ખરીદવામાં આવશે, જેથી દૂરના વિસ્તારોમાં પણ રાત્રે પણ પોલીસ સ્ટેશન પર સીસીટીવી દ્વારા નજર રાખી શકાય. લખનઉમાં અત્યાધુનિક કંટ્રોલ રૂમ સાથે હવે રાજ્યના દરેક વિસ્તારના પોલીસ સ્ટેશન પર નજર રાખવામાં સરળતા રહેશે.
પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. 2020માં પરમવીર સૈની વિ બલજીત સિંહના કેસમાં પણ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. યુપીના ઘણા પોલીસ સ્ટેશનોમાં તેની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવાની યોજનાને કેબિનેટ દ્વારા મંજૂર આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, તેનો પ્રસ્તાવ અગાઉ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, તેમાં 359 કરોડ ખર્ચવાના હતા. હવે આ માટે 144.90 કરોડમાં પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સીસીટીવી લગાવ્યા બાદ પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે.












Click it and Unblock the Notifications
