UP News: અયોધ્યામાં ભવ્ય રામ નવમીની તૈયારીઓ, લાખો શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નવ દિવસીય ચૈત્ર નવરાત્રિની ઉજવણીને રામજન્મભૂમિ સંકુલ સુધી મર્યાદિત ન રાખવાનો નિર્ણય લીધો છે.

Ram Navami celebrations in Ayodhya: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ નવ દિવસીય ચૈત્ર નવરાત્રિની ઉજવણીને રામજન્મભૂમિ સંકુલ સુધી મર્યાદિત ન રાખવાનો નિર્ણય લીધો છે. આ વખતે રામ કી પૌડી ઘાટ પર સરયુ નદીના કિનારે અને શહેરના અન્ય ભાગોમાં પણ અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, 28 માર્ચથી રાજ્યના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં 200 જેટલા કલાકારો પરફોર્મ કરશે.
અયોધ્યામાં પહેલી વાર ભવ્ય રામનવમીની તૈયારી
ઓગસ્ટ 2020માં અયોધ્યા રામ મંદિરનુ નિર્માણ શરૂ થયુ ત્યારથી પ્રથમ વખત, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર શહેરમાં ભવ્ય રામ નવમીની ઉજવણીનુ આયોજન કરી રહી છે. નવ દિવસીય હિન્દુ ધાર્મિક તહેવાર નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચે રામ નવમી સાથે સમાપ્ત થશે.
રામ નવમી પર આયોજિત થશે રામાયણ કૉન્ક્લેવ
યોગી આદિત્યનાથ સરકાર રામ નવમી પર મંદિરના સ્થળે 'રામાયણ કૉન્ક્લેવ' અને 'રામલીલા મહોત્સવ'નુ પણ આયોજન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 30 માર્ચે ઉત્સવનુ ઉદ્ઘાટન કરશે. ટ્રસ્ટે નવ દિવસીય ચૈત્ર નવરાત્રિની ઉજવણીને માત્ર રામ જન્મભૂમિ સંકુલ સુધી મર્યાદિત ન રાખવાનો નિર્ણય કર્યો છે. સરયુ નદીના કિનારે રામ કી પૌડી ઘાટ પર અને શહેરના અન્ય ભાગોમાં પણ અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે.
લાખો શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા
ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યુ હતુ કે, 'આ વર્ષે રામ નવમીની ઉજવણીનુ આયોજન શહેરભરમાં કરવામાં આવશે જેથી વધુ લોકો ભાગ લે. સુરક્ષાના કારણોસર રામ નવમીના અવસર પર રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેવા માટે માત્ર થોડા લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. તેથી ટ્રસ્ટે આ વર્ષે અયોધ્યામાં અનેક સ્થળોએ રામ નવમીની ઉજવણીનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટ અયોધ્યામાં ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા રાખે છે.'
આવતા વર્ષે મકર સંક્રાંતિ સુધી ખુલશે મંદિર
અયોધ્યામાં આવા ઉત્સવો આવતા વર્ષે મકરસંક્રાંતિના અવસર પર ભક્તો માટે રામ મંદિરના ઉદઘાટન પહેલા મંદિર શહેરમાં આયોજિત મેગા ઇવેન્ટ્સની શ્રેણીનો એક ભાગ છે. આ ઉજવણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે મોદી સરકાર આવતા વર્ષે સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન તેના ચૂંટણી વચનની પરિપૂર્ણતા તરીકે મંદિરનુ પ્રદર્શન બતાવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
