અતીક અહેમદના ISI સાથે સંબંધ હોવાનો યુપી પોલીસનો દાવો, જાણો ચાર્જશીટમાં બીજુ સામે આવ્યુ?
એક તરફ યુપી પોલીસે અતિહ અહેમદના પુત્રને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. બીજી તરફ અતીક અહેમદ પર પણ કાયદાનો ગાળીઓ કસાઈ રહ્યો છે. હવે યુપી પોલીસે અતીકના આઈએસઆઈ સાથે સંબંધો હોવાનો દાવો કર્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની ચાજશીટમાં મોટો દાવો કરતા કહ્યું છે કે, પૂર્વ સાંસદ અતીક અહેમદ પાકિસ્તાની સંસ્થા ISI સાથે સીધા સંબંધ છે. અતીક પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે.

પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના કેસમાં યુપી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં અતીક અતીક અહેમદને લઈને ઘણા ચૌકાવનારા ખુલાસા થયા છે. ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના નિવેદનનો ઉલ્લેખ છે.
રિપોર્ટ અનુસાર, અતીક અહેમદે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેની પાસે હથિયારોની કોઈ કમી નથી, તેના પાકિસ્તાનની ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સીધા સંબંધ છે.
ચાર્જશીટ અનુસાર, પાકિસ્તાનમાંથી હથિયારો પંજાબ બોર્ડર પર ડ્રોનની મદદથી લાવવામાં આવે છે અને સ્થાનિક કનેક્શન્સ તેને એકત્ર કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને આ કન્સાઈનમેન્ટમાંથી હથિયારો મળે છે.
યુપી પોલીસના જણાવ્યા અનુસાર અતીકે કહ્યું છે કે, જો તમે મને તમારી સાથે લઈ જાઓ તો હું તમને પૈસા અને ઘટનામાં વપરાયેલ હથિયારો અને દારૂગોળો પરત મેળવવામાં મદદ કરી શકું છું.












Click it and Unblock the Notifications
