For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નમાં ફાયરિંગ કર્યું તો સીધા જેલમાં

|
Google Oneindia Gujarati News

wedding
લખનઉ, 1 જૂનઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વિવાહ સમારોહ અને ખુશીની અન્ય અવસરો દરમિયાન ફાયરિંગના કારણે થઇ રહેલા મૃત્યુંને ગંભીરતાથી લેતા પોલીસ અધિક્ષકોને તેના પર અંકુશ લગાવવા નિર્દેશ આપ્યા છે.

ગત એક અઠવાડિયામાં રાજ્યના વિભિન્ન ભાગોમાં લગ્ન પ્રસંગે ગોળી વાગવાથી અંદાજે આઠ લોકોના મોત થયા અને 10 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પ્રતાપગઢ જિલ્લાના મધુપુરમાં 31 મેની રાતે એક લગ્ન સમારોહમાં ગોળીબારમાં એક યુવકે જીવન ગુમાવવો પડ્યો છે.

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક(કાયદો-વ્યવસ્થા) રાજકુમાર વિશ્વકર્માએ કહ્યું કે તમામ પોલીસ અધિક્ષકોને લગ્ન પ્રસંગે કરવામાં આવતા ફાયરિંગ પર અંકુશ લગાવવા માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, પોલીસકર્મીઓને સમારોહ આયોજિત કરનારાઓએ આ અંગે માહિતગાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તે આયોજનકર્તાઓને સૂચિત કરશે કે અસલહા લઇને ચાલતા લોકોની શાંતિ ભંગ કરવાની આશંકા સબબ ધરપકડ પણ કરવામાં આવી શકે છે. વિશ્વકર્માએ કહ્યું કે પોલીસ અધિક્ષકોને કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ લગ્ન પ્રસંગે ગોળીબાર કરતો પકડાય તો તેનું લાઇસન્સ રદ કરી નાંખવું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X