યુપીમાં ચોથા તબક્કામાં ભાજપ-કોંગ્રેસ સામે ગઢને બચાવવાનો પડકાર, આ સીટો પર મુકાબલો થશે રસપ્રદ

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં મતદાન અવધ, તરાઈ અને બુંદેલખંડ ક્ષેત્રમાં થઈ રહ્યુ છે. ભાજપ-કોંગ્રેસ સામે ગઢ બચાવવાનો પડકાર છે.

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં મતદાન અવધ, તરાઈ અને બુંદેલખંડ ક્ષેત્રમાં થઈ રહ્યુ છે. કુલ 9 જિલ્લાની 59 સીટો પર ઉમેદવારોના નસીબનો નિર્ણય આજે મતદાતાઓ ઈવીએમમાં કેદ કરશે. ભાજપ અને કોંગ્રેસ સામે પોતાના ગઢ લખનઉ અને રાયબરેલીને બચાવવાનો સૌથી મુશ્કેલ પડકાર છે. આ ઉપરાંત લખીમપુરમાં જે રીતે ગઈ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે બધી સીટો પર જીત મેળવી હતી તે આ વખતે મુશ્કેલ જોવા મળી રહી છે કારણકે અહીં ખેડૂતોના પ્રદર્શનના કારણે હિંસાથી ખેડૂતો નારાજ છે.

ભાજપ માટે સરળ નથી રાહ

ભાજપ માટે સરળ નથી રાહ

આ ત્રણે જ ક્ષેત્રની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 2017માં અહીં 59માંથી 50 સીટો પર જીત મેળવી હતી. જ્યારે સપાને ચાર, બસપા-કોંગ્રેસને 2-2 સીટો પર જીત મળી હતી. વળી, અપના દલને એક સીટ પર જીત મળી હતી. પીલીભીતની વાત કરીએ તો અહીંની બધી ચાર સીટો પર ભાજપને જીત મળી હતી. લખીમપુરની આઠ સીટ, બાંદાની ચાર સીટ પર પણ ભાજપને જીત મળી હતી. વળી, લખનઉની 9માંથી 8 સીટો પર ભાજપે જીત નોંધાવી હતી. ફતેહપુર અને ઉન્નાવની 6માંથી 5 સીટો પર ભાજપને જીત મળી હતી.

શું ભાજપ જીતનુ પુનરાવર્તન કરી શકશે

શું ભાજપ જીતનુ પુનરાવર્તન કરી શકશે

ચોથા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના બે મોટા નેતા મેદાનમાં છે કે જે રાજ્ય સરકારમાં મંત્રી છે સીતાપુરની વાત કરીએ તો ભાજપે અહીં 9માંથી 7 સીટો પર જીત મેળવી હતી. રાયબરેલીની 6માંથી 3 સીટો પર જીત મેળવી હતી. લખનઉ ભાજપનો ગઢ રહ્યો છે. 2017માં ભાજપે જબરદસ્ત વાપસી કરીને 9માંથી 8 સીટો પર જીત મેળવી. અહીં 1991થી 2004 સુધી અટલ બિહારી વાજપેયી સતત પાંચ વાર સાંસદ રહ્યા.

રાયબરેલીને બચાવવાનો પડકાર

રાયબરેલીને બચાવવાનો પડકાર

વળી, રાયબરેલીની વાત કરીએ તો 1950 બાદથી આ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ફિરોઝ ગાંધી બાદ સતત અહીં કોંગ્રેસનો જ પરચમ રહ્યો છે. 2017માં કોંગ્રેસને રાયબરેલીમાંથી માત્ર 2 સીટો પર જ જીત મળી હતી. બંને સીટ પર અદિતિ સિંહ અને રાકેશ સિંહે જીત મેળવી હતી. પરંતુ હવે બંને ભાજપમાં આવી ગયા છે. અદિતિસિંહ રાયબરેલી સદર તો રાકેશ સિંહ હરચંદપુર સીટથી મેદાનમાં છે.

લખનઉમાં ભાજપની સાખ દાવ પર

લખનઉમાં ભાજપની સાખ દાવ પર

વળી, લખનઉની વાત કરીએ તો રાજ્ય સરકારમાં મંત્રી બૃજેશ પાઠક કેન્ટ સીટથી મેદાનમાં છે જ્યારે આશુતોષ ટંડન લખનઉ ઈસ્ટથી મેદાનમાં છે. પૂર્વ ઈડીના અધિકારી રાજેશ્વર સિંહ પણ આ વખતે સરોજની નગરથી મેદાનમાં છે. તેમને સપાના અભિષેક મિશ્રા ટક્કર આપી રહ્યા છે. જ્યારે લપાના રવિદાસ મલ્હોત્રા લખનઉ સેન્ટ્રલથી મેદાનમાં છે કે જે પૂર્વ મંત્રી પણ છે. કોંગ્રેસના સદફ જફરને લખનઉ વેસ્ટથી ટિકિટ આપવામાં આવી છે.

ઉન્નાવમાં રસપ્રદ મુકાબલો

ઉન્નાવમાં રસપ્રદ મુકાબલો

યુપીના બે જિલ્લા લખીમપુર અને ઉન્નાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી ચૂક્યા છે. ઉન્નાવની બાંગરમઉ સીટ પર ભાજપે પહેલી વાર 2017માં જીત મેળવી હતી. અહીં કુલદીપ સેંગર ચૂંટણીમાં જીત્યા હતા પરંતુ તેમને રેપ કેસમાં દોષી મળ્યા બાદ વિધાનસભા સભ્યપદ ગુમવવુ પડ્યુ હતુ. આ વખતે ભાજપે અહીંથી શ્રીકાંત કટિયારને ટિકિટ આપી છે જેમણે પેટા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. પુરવામાં ભાજપે અનિલ સિંહને ટિકિટ આપી હતી કે જે ગઈ વખતે અહીં બસપા ધારાસભ્ય હતા. લખીમપુરની વાત કરીએ તો અહીં ભાજપે ખેડૂતોની નારાજગીનો સામન કરવો પડી શકે છે.

આ સીટો પર કાંટાની ટક્કર

આ સીટો પર કાંટાની ટક્કર

અવધ ક્ષેત્રમાં મહમૂદાબાદની લડાઈ પણ ઘણી રસપ્રદ છે. અહીં છ વાર ધારાસભ્ય નરેન્દ્રસિંહ વર્મા મેદાનમાં છે. તેમણે ભાજપની આશા મૌર્યાને પડકાર્યા છે. હરદોઈની વાત કરીએ તો અહીં અગ્રવાલ પરિવાર પર દરેકની નજર રહેશે. નરેશ અગ્રવાલના દીકરા નિતિન અગ્રવાલ કે જે ભાજપ સપા છોડીને ભાજપની ટિકિટ પર અહીં તાલ ઠોકી રહ્યા છે. અનિલ વર્મા સપા અને શોભિત પાઠક બસપા તરફથી તેમને પડકારી રહ્યા છે. ત્રણ વારના ધારાસભ્ય અબ્દુલ મન્નાન પણ સંડીલાથી મેદાનમાં છે. મન્ના બસપાની ટિકિટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર ભાજપે અલ્કા સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X