For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશઃ લગ્ન સમારંભ દરમિયાન બની દૂર્ઘટના, કૂવામાં પડી જવાથી 13 મહિલાઓના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે રાતે એક દૂર્ઘટનામાં 13 મહિલાઓ અને બાળકીનુ મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે રાતે એક દૂર્ઘટનામાં 13 મહિલાઓ અને બાળકીનુ મોત થઈ ગયુ છે. જિલ્લાના નૌરંગીયા ગામમાં એક ઘરમાં લગ્ન સમારંભ દરમિયાન આ દૂર્ઘટના બની જ્યાં અહીં જમા થયેલ મહિલાઓ એક રસમ નિભાવતી વખતે કૂવામાં પડી ગઈ. કૂવામાંથી 13 છોકરીઓ અને મહિલાઓના શબ કાઢવામાં આવી ચૂક્યા છે. મરનારની સંખ્યા હજુ વધવાની સંભાવના છે.

police

કુશીનગર પોલિસે જણાવ્યુ છે કે નૌરંગીયા ગામના સ્કૂલ ટોલા પર એક લગ્ન માટે બુધવારની રાતે લગભગ 9 વાગે કૂવા પૂજનની રસમ માટે મહિલાઓ ભેગી થઈ હતી. આ દરમિયાન વધુ વજન હોવાથી કૂવા પર લાગેલી જાળી તૂટી ગઈ અને બાળકીઓ, મહિલાઓ કૂવામાં પડી ગઈ. કૂવામાં પાણી ભરેલુ હોવાના કારણે મહિલાઓ કૂવામાં ડૂબી ગઈ. દૂર્ઘટનાની સૂચના પર પોલિસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી અને ગામના લોકોની મદદથી કૂવામાંથી શબોને કાઢ્યા. જિલ્લાના અધિકારીઓએ 13 મોતની પુષ્ટિ કરી છે. વળી, 18થી 20 મહિલાઓ ઘાયલ જણાવવામાં આવી રહી છે.

દૂર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે - સીએમ યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલિસ સ્ટેશન વિસ્તારમાં કૂવામાં પડવાની દૂર્ઘટનામાં લોકોના મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંિત અધિકારીઓને તાત્કાલિક બચાવ તેમજ રાહત કાર્ય સંચાલિત કરાવવા તથા ઘાયલોનો ઉપચાર કરાવવાના નિર્દેશ આપ્યા છે.

English summary
UP: Several women fell in well during wedding ceremony in Kushinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X