ગેંગરેપ કેસના આરોપી ગાયત્રી પ્રજાપતિ આજે કરી શકે છે સરન્ડર

Written By:
Subscribe to Oneindia News

ગેંગરેપ ના ભાગેડુ આરોપી અને યુપીના કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિના બે નજીકના વ્યક્તિઓની યુપી એસટીએફ દ્વારા નોયડાથી ધરપકડ કરવામાં આવી હતી. એડીજી દલજીત ચૌધરીએ આ ધરપકડ અંગે પુષ્ટિ કરી છે. પોલીસ અને એસટીએફને સૂચના મળી છે કે, ગાયત્રી પ્રજાપતિ નોયડા કે ગ્રેટર નોયડામાં છુપાયેલા હોઇ શકે છે. પોલીસ અને એસટીએફ દ્વારા ગાયત્રી પ્રજાપતિને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. એવી પણ ખબર આવી હતી કે, ગાયત્રી પ્રજાપતિ મંગળવારે કોર્ટમાં આત્મસમર્પણ કરી શકે છે.

gayatri prajapati

નોયડામાંથી જે બે વ્યક્તિઓની ધરપકડ થઇ છે, તે પણ ગેંગરેપના આરોપી છે. આ બંન્ને વિરુદ્ધ પોલીસ દ્વારા બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, આ બંન્નેની સોમવારે જ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે પકડાયેલા બંન્ને યુવકોના નામ આશીષ અને અશોક જણાવવામાં આવ્યા છે. આ બંન્ને યુવકોને લખનઉ લઇ જવામાં આવ્યા છે, જ્યાં તેમની ગાયત્રી પ્રજાપતિ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહીં વાંચો - ફોઇ, ભત્રીજો અને ભત્રીજાનો મિત્ર પ્રદેશનું ભલું નહીં કરી શકે: પીએમ

27 ફેબ્રુઆરીથી ગાયબ છે ગાયત્રી પ્રજાપતિ

ઉલ્લેખનીય છે કે, ગાયત્રી પ્રજાપતિ સહિત અન્ય છ લોકો પર આરોપ છે કે તેમણે એક મહિલાને તેની આપત્તિજનક તસવીરો બતાવીને બ્લેકમેલ કરી હતી અને ઘમા મહિના સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ એવો પર આરોપ મૂક્યો છે કે, તેમની સગીર પુત્રીનું પણ યૌન શોષણ કરવામાં આવ્યું છે. આ મામલે ગાયત્રી પ્રજાપતિ 27 ફેબ્રુઆરીથી ગાયબ છે. આ મામલે રાજકારણનું વાતાવરણ પણ ખૂબ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગાયત્રી પ્રજાપતિને છુપાવામાં મદદ કરી છે.

English summary
UP STF arrests two accused in gang rape case, Gayatri Prajapati could surrender.
Please Wait while comments are loading...