સ્વાતિ ગુપ્તાઃ યુપી પંચાયત ચૂંટણીની ડ્યૂટીમાં કોરોના સંક્રમિત થઈ શિક્ષિકા, લગ્નના 7 દિવસ પહેલાં મોત

સ્વાતિ ગુપ્તાઃ યુપી પંચાયત ચૂંટણીની ડ્યૂટીમાં કોરોના સંક્રમિત થઈ શિક્ષિકા, લગ્નના 7 દિવસ પહેલાં મોત

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિક્ષકોને ડ્યૂટી પર લગાવી દેવામાં આવ્યા હતા. આવા સેંકડો શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઈ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. તેમાંનાં જ એક શિક્ષિકા હતાં સ્વાતિ ગુપ્તા. જૌનપુરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં સ્વાતિ ગુપ્તાને અંદાજો પણ નહોતો કે લગ્નના માત્ર 7 દિવસ પહેલાં ચૂંટણી ડ્યૂટી પર જવાના કારણે તેમનું નિધન થશે. સ્વાતિ ગુપ્તા ચૂંટણી ડ્યૂટી પર હતાં ત્યારે કોરોના સંક્રમિત થયાં હતાં. તેઓ બુલંદશહેરમાં તહેનાત હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે સ્વાતિ ગુપ્તાએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને અરજી પણ મોકલી હતી, જેમાં ચૂંટણી ડ્યૂટીથી છૂટ આપવાનો અનુરોધ કર્યો હતો.

બુલંદશહેરમાં તહેનાત હતાં સ્વાતિ ગુપ્તા

બુલંદશહેરમાં તહેનાત હતાં સ્વાતિ ગુપ્તા

જૌનપુર જિલ્લાના મુંગરા બાદશાહપુરના રહેવાસી સ્વાતિ ગુપ્તા બુલંદશહેરમાં તહેનાત હતાં. તેઓ બુલંદશહેરમાં પંચાયત ચૂંટણી માટે પ્રશિક્ષણ લઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેઓ કોરોનાના લપેટામાં આવી ગયાં. 14 એપ્રિલે મતદાનથી એક દિવસ પહેલાં તેમની તબિયત બગડી ગઈ, જે બાદ ઈલાજ માટે તેમને મેરઠના એક હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં. સ્વાતિની દેખભાળ માટે મા અને ભાઈ પણ મેરઠ પહોંચ્યા. સ્વાતિની તબીયત સતત બગડતી જઈ રહી હતી. 23 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે 30 એપ્રિલે સ્વાતિના લગ્ન થવાના હતાં.

ડ્યૂટી પરથી છૂટ આપવાનો અનુરોધ કર્યો હતો

ડ્યૂટી પરથી છૂટ આપવાનો અનુરોધ કર્યો હતો

સ્વાતિ ગુપ્તાએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને અરજી પણ મોકલી હતી, જેમાં ચૂંટણી ડ્યૂટીથી છૂટ આપવાનો અનુરોધ કર્યો હતો. સ્વાતિના વિવાહ મધ્ય પ્રદેશના રીવાના પન્નાલાલ ગુપ્તાના પુત્ર પંકજ ગુપ્તા (સહાયક અધ્યાપક) સાથે થવાના હતા. 30 એપ્રિલે બંનેના લગ્ન થવાના હતા. લગ્નની બધી જ તૈયારીઓ પૂરી કરી લેવાઈ હતી. બધા જ બુલંદશહેરમાં પ્રાથમિક વિદ્યાલયમાં સહાયક અધ્યાપકના પદ પર તહેનાત દીકરી સ્વાતિ ગુપ્તાના આવવાનો ઈંતેજાર કરી રહ્યા હતા. ડોલી ઉઠતા પહેલા સ્વાતિની અર્થી ઉઠી. સ્વાતિના મોતથી તેમના પરિજનો આઘાતમાં છે.

577 શિક્ષકોના જીવ ગયા

577 શિક્ષકોના જીવ ગયા

જણાવી દઈએ કે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશ શિક્ષક સંઘે રાજ્ય ચૂંટણી પંચને 577 શિક્ષક અને સપોર્ટ સ્ટાફની યાદી મોકલી હતી. કહેવાયું હતું કે આ લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડ્યૂટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો.

યુપી શિક્ષણ મહાસંઘના અધ્યક્ષ દિનેશ ચંદ્ર શર્માએ કહ્યું કે તેમણે 71 જિલ્લાના 577 પ્રાથમિક શિક્ષકોના નામ આપ્યાં છે, જેઓ કોવિડ 19 મહામારીમાં મૃત્યુ પામ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X