For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સમન્વય સમિતિની બેઠકમાં પૃથક તેલંગાણા પર લાગી મોહર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જુલાઇ: યુપીએની સમન્વય સમિતિએ મંગળવારે અલગ તેલંગાણા રાજ્યના નિર્માણ પર પોતાની મોહર લગાવી દિધી છે. સમન્વય સમિતિની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી પણ હાજર હતા.

સમન્વય સમિતિની બેઠકમાંથી બહાર આવતી વખતે રાષ્ટ્રીય લોકદળના નેતા અજીત સિંહે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પૃથક તેલંગાણા રાજ્ય પર પોતાની સહમતિ આપી દિધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમન્વય સમિતિની આ બેઠક બાદ કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની બેઠક થઇ શકે છે. સીડબલ્યૂસી પણ જો તેલંગાણા પર મોહર લગાવી દિધી છે તો તેની ઔપચરિક જાહેરાત થઇ શકે છે.

telangana

સીડબલ્યૂસીની મંજૂરી બાદ તેલંગાણાના નિર્માણની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ જશે અને સરકાર આગામી ચોમાસૂ સત્રમાં તે સંબંધિત ખરડો રજૂ કરી શકે છે. સીડબલ્યૂસીની બેઠક સાંજે 5.30 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ થવાની છે. સીડબલ્યૂસીની બેઠકમાં પૃથક તેલંગાણા પર સહમતિ બન્યા બાદ બુધવારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી શકે છે.

English summary
The crucial UPA meet on Tuesday to decide the Telangana statehood has ended and as per latest reports the allies have endorsed the formation of a new state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X