સીપીઆઇએ કહ્યું, "યુપીએ-એનડીએ નહીં આવી શકે સત્તા પર"

તેમણે કહ્યું, " ભાજપ કહીં રહ્યું છે કે તે લોકસભાની ચૂંટણીમાં વિજયી બનીને ફરીથી કેન્દ્રની સત્તા પર આવશે, પરંતુ તેમણે એ વાતને જાણી લેવી જોઇએ કે તેમના કેટલાક ભ્રષ્ટ નેતાઓના કારણે દેશની જનતા તેમને નકારશે."
કોમોડિટિઝમાં ભાવવધારો, મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓના કારણે કોંગ્રેસે દેશની જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેમ વર્ધાને કહ્યું છે. આ બધાની વચ્ચે દેશની જનતા એક નવો વિકલ્પ શોધી રહી છે અને લેફ્ટ તથા ડેમોક્રેટિક પાર્ટીઓ એકઠી મળીને દેશને આ વિકલ્પ આપી શકે છે, તેમ સીપીઆઇના વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે.
બીજેડી સાથેના જોડાણ અંગે વર્ધાને કહ્યું છે, "હજું આ અંગે નિર્ણય લેવાનો સમય ઘણો દૂર છે. જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂરિયાત જણાશે ત્યારે તે અંગે પગલું ભરવામાં આવશે."
" આ માત્ર એ પ્રશ્ન નથી કે કેટલીક પાર્ટીઓ એકઠી થઇને પોતાની બેઠકોની વહેચણી કરી રહી છે. જો નવો વિકલ્પ મળતો હોય તો જનતાએ તે અંગે માહિતગાર થવું જ જોઇએ. આ કંઇ ચર્ચા કરીને થશે નહીં પરંતુ તેમાં ભાગ લઇને થઇ શકશે." તેમ તેમણે જણાવ્યું છે.
"ભાવ વધારો, નુક્સાનકર્તા અર્થશાસ્ત્રીય નીતિ અને ભ્રષ્ટાચાર સામેનું અભિયાન લેફ્ટ અને અન્ય પાર્ટીઓએ શરુ કરી દીધું છે અને હવે જરૂર છે કે તેમાં બદલાવ લાવવામાં આવે." તેમ જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
