મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ તથા જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સજ્જ
વર્ષ 2024 ચૂ્ંટણી માટે મહત્વપૂર્ણ વર્ષ છે. ભારતે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં વિશાળ લોકશાહી પ્રક્રિયા દ્વારા 18મી લોકસભાની ચૂંટણી કરી હતી.
તે જ સમયે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતીઃ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા. વધુમાં બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ત્રિપુરા સહિતના રાજ્યોની વિવિધ 26 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઇ હતી.

હવે આગામી સમયમાં વધુ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ તથા જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સજ્જ છે. સુપ્રિમ કોર્ટેની આવશ્યકતા મુજબ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારના પાંચ વર્ષ 4 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારનાં પાંચ વર્ષ 26 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે. જ્યારે ઝારખંડ સરકારના પાંચ વર્ષ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થઇ રહ્યાં છે.
બિહાર વિધાનસભા કૂલ 243 સીટ ધરાવે છે. જેમાંથી 38 સીટ અનુસૂચિત જાતિ અને 2 સીટ અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ રાખવામમાં આવી છે. બિહાર જીતવા માટે જાદૂઈ આંકડો 122 મેળવવો જરૂરી છે.
ઝારખંડ વિધાનસભા કૂલ 81 સીટ ધરાવે છે. INDIA ગઠબંધન 47 સીટ જીતી સરકાર બનાવી હતી. ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 સીટ જીતવી પડે છે.
હરિયાણા વિધાનસભા 90 સભ્યો ધરાવતી એસેમ્બલી છે. ભાજપની આગેવાની વાળા NDA ગઠબંધનની હરિયાણામાં સરકાર છે. હરિયાણા જીતવા માટે 46 સીટ જીતવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
