જાટ આરક્ષણ પર પ્રતિબંધ ચાલુ રહેશે, કોર્ટનો નિર્ણય

Written By:
Subscribe to Oneindia News

હરિયાણા સરકારે જાટોને બીસી (સી) કેટેગરી હેઠળ આરક્ષણ આપવા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. હરિયાણા અને પંજાબ હાઇકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે આ બાબતે નેશનલ બેકવર્ડ કમીશનને પણ પોતાનો રિપોર્ટ આપવાનું કહ્યું હતું. કોર્ટે માર્ચ 2018 સુધીમાં આ કમીશનને પોતાની રિપોર્ટ આપવાનું કહ્યું છે. આ પહેલા હાઇકોર્ટે 6 માર્ચે જાટ સમુદાય સિવાય 6 જાતિઓના આરક્ષણ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જાટ આરક્ષણને લઇને હરિયાણામાં ભારે હિંસા થઇ હતી. તે પછી હરિયાણા સરકારે જાટ સમેત શીખ, ત્યાગી, મુસ્લિમ જાટ, બિશ્નોઇ જાતિના લોકોને પણ આરક્ષણ આપવા માટે શેડ્યૂલ 3 જાહેર કર્યું હતું.

court

આ હેઠળ આ જાતિઓને બ્લોક સી, બીસી (સી) કેટેગરીમાં આરક્ષણ લાભ આપવામાં આવ્યો હતો. જાટ આરક્ષણને લઇને હરિયાણા વિધાનસભાએ 29 માર્ચ 2016ના રોજ બિલ પણ પસાર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા આ નિર્ણય કહ્યા પછી હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની સરકારની મુશ્કેલીઓ વધશે તેવી સંભાવનાઓ બની ગઇ છે. રામ રહીમ રેપ કેસથી લઇને જાટ આંદોલન સુધી દર વખતે રાજ્યમાં ભયંકર હિંસા થઇ છે. ગત વર્ષ પણ જાટ આંદોલનને લઇને હરિયાણામાં હિંસા થઇ હતી. ત્યારે કોર્ટના આ નિર્ણય પછી હરિયાણા સરકારની મુશ્કેલી વધુ ના થાય તો નવાઇ!

English summary
update on high court verdict of jat reservation issue haryana

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.