UPI Payment without Internet : હવે ઈન્ટરનેટ વગર પણ થઈ શકશે UPI પેમેન્ટ, જાણો કેવી રીતે?
UPI Payment without Internet : આજકાલ લોકો સામાન્ય ખરીદીથી લઈને હજારો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન યુપીઆઈના માધ્ચમથી કરે છે.
જો કે ઘણી વખત ઈન્ટરનેટ સ્પીડ ન હોવાના કારણે પેમેન્ટ પ્રોબ્લેમ આવે છે. જો કે હવે તમને જાણીને રાહત થશે તે ઈન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ કરી શકાશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નવી સેવા શરૂ કરી છે, જે ઈન્ટરનેટ એક્સેસ વિના UPI પેમેન્ટ કરવાની સુવિધા પુરી પાડે છે. આ સેવા યુઝર્સને સત્તાવાર USSD કોડ *99# ડાયલ કરીને ઑફલાઇન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા પુરી પાડશે.
આ નંબરની મદદથી યુઝર્સ વિવિધ બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકે છે, જેમાં ઇન્ટરબેંક ફંડ ટ્રાન્સફર, એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા અને UPI પિન સેટ કરવા અથવા બદલવાનો સમાવેશ થાય છે.
USSD એટલે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા. આ એક એવો કોડ છે જેની મદદથી તમે તમારા મોબાઇલ ફોનથી અનેક પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. UPI ચુકવણી માટે તમારે *99# કોડ ડાયલ કરવાનો રહેશે.
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી *99# ડાયલ કરો અને પસંદગીની ભાષા પસંદ કરો. પછી પૈસા મોકલવા, બેલેન્સ ચેક કરવા વગેરે જેવી અનેક પ્રકારની સેવાઓનો વિકલ્પ મળશે. તમારી પસંદગીની સેવા પસંદ કરો.
પછી તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેનો મોબાઇલ નંબર, UPI ID અથવા બેંક એકાઉન્ટ નંબર વગેરે દાખલ કરો. આ પછી તમે જે રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો. આ પછી તમારો UPI પિન દાખલ કરો અને ચુકવણીની પુષ્ટિ કરો. આ પછી પેમેન્ટ થઈ શકશે.












Click it and Unblock the Notifications
