Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંબઈમાં કોંગ્રેસને ઝાટકો, ઉર્મિલા માતોંડકરે પાર્ટી છોડી

બોલિવૂડથી સક્રિય રાજકારણમાં પગલું ભરનાર ઉર્મિલા માટોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

બોલિવૂડથી સક્રિય રાજકારણમાં પગલું ભરનાર ઉર્મિલા માટોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા જ તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા ગોપાલ શેટ્ટી સામે ભારે મતોથી તેઓ હાર્યા હતા.

ઉર્મિલા માતોંડકરે પાર્ટી છોડી

ઉર્મિલા માતોંડકરે પાર્ટી છોડી

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઉર્મિલા માટોંડકરે કહ્યું હતું કે, મારી રાજકીય અને સામાજિક સંવેદનાઓ મોટો લક્ષ્ય હાંસલ કરવા માટે છે, પરંતુ મુંબઈ કોંગ્રેસની આંતરિક રાજનીતિને કારણે હું આવું કરી શકી નહીં. લોકસભા ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે સ્થાનિક પક્ષના કાર્યકરો અને અધિકારીઓના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા.

5 મહિના પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા

ઉર્મિલાએ મુંબઇ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ મિલિંદ દેવડાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં તેમની પરાજય માટે સ્થાનિક નેતાઓ પર આંગળી ચીંધતા નબળી રણનીતિ, કાર્યકરોની ઉપેક્ષા અને ભંડોળના અભાવને દોષ આપ્યો હતો. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઉર્મિલા સક્રિય રાજકારણમાં કોંગ્રેસ સાથે ફક્ત 5 મહિના જ રહી.

લોકસભા ચૂંટણીમાં મોટી હાર મળી હતી

લોકસભા ચૂંટણીમાં મોટી હાર મળી હતી

ઉર્મિલા માતોંડકર છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. 2016 માં ઉદ્યોગપતિ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ તે જાહેર જીવનમાં ખૂબ સક્રિય નહોતી. આ પછી, તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસ ઘ્વારા તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને પાર્ટીએ તેમને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા, પરંતુ તેમને પહેલી ચૂંટણીમાં મોટો પરાજયનો સામનો કરવો પડ્યો. ઉર્મિલાએ 1995 માં 'રંગીલા' ફિલ્મથી અભિનેત્રી તરીકેની શરૂઆત કરી હતી, જેણે તેની પ્રસિદ્ધિ મેળવી હતી. આ પછી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં પિંજર, ચમત્કાર, જુદાઈ, સત્યા, કૌન, ભૂત, મસ્ત, દિલ્લગી જેવી ફિલ્મો શામેલ છે.

આ પણ વાંચો: શશિ થરુરઃ 'અમે બધા પીએમ મોદી સાથે છીએ, પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથી'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X