For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USની કોર્ટનું સિખ રમખાણ કેસમાં સોનિયા ગાંધીને સમન્સ

|
Google Oneindia Gujarati News

sonia-gandhi
વૉશિંગ્ટન, 4 સપ્ટેમ્બર : ભારતમાં વર્ષ 1984ના નવેંબરમાં સિખ લોકો પર હુમલા કરવા માટે હિંસક ટોળાઓની કથિતપણે ઉશ્કેરણી કરનાર કોંગ્રેસ પાર્ટીના નેતાઓને છાવરવા બદલ અમેરિકાન એક ફેડરલ કોર્ટે એક સિખ જૂથે કરેલી ફરિયાદ ઉપર કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને સમન્સ મોકલ્યું છે.

અમેરિકામાં માનવ અધિકારો માટે ઝુંબેશ ચલાવતા જૂથ, ' સિખ્સ ફોર જસ્ટિસ' (એસએફજે) તથા શીખ-વિરોધી રમખાણોમાં ભોગ બનેલા અન્ય લોકોએ ન્યૂ યોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે આર્થિક વળતર અપાવવાની અને સાથોસાથ સોનિયા ગાંધી શિક્ષાત્મક પગલાં લેવાની પણ અમેરિકન કોર્ટને વિનંતી કરી છે.

એસએફજેના એટર્ની ગુરપતવંત પન્નૂનના કહેવા મુજબ, ફેડરલ નિયમો અનુસાર, સોનિયા ગાંધીને સમન્સ મોકલવા અને તેમની સામે ફરિયાદ નોંધાવવા અમારા અસીલ જૂથ પાસે 120 દિવસનો સમય છે. સિખ જૂથે આ કેસ એલિયન ટોર્ટ ક્લેમ્સ એક્ટ અને ટોર્ચર વિક્ટીમ પ્રોટેક્શન એક્ટ હેઠળ કર્યો છે. તેણે સોનિયા ગાંધી પર આરોપ મૂક્યો છે કે તે કમલ નાથ, સજ્જન કુમાર, જગદીશ ટાઈટલર તથા અન્ય કોંગ્રેસી નેતાઓને પ્રોસિક્યૂશન કાર્યવાહીથી બચાવે છે. આ નેતાઓએ 1984માં શીખો પર કરાયેલા હુમલાઓમાં ભૂમિકા ભજવી હતી.

સોનિયા ગાંધી સામે 27 પાનાંની ફરિયાદમાં એવો આરોપ છે કે 1984ની પહેલીથી ચાર નવેંબર દરમિયાન સિખ સમુદાયના આશરે 30,000 સભ્યો પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમની પર ઈરાદાપૂર્વક અત્યાચારો કરાયા હતા, સ્ત્રીઓ પર બળાત્કાર કરાયા હતા અને હત્યાઓ પણ કરાઈ હતી. આવી હિંસક પ્રવૃત્તિઓ કરવા ટોળાઓને શાસક કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ઉશ્કેર્યા હતા. તે ગુનાઓ આયોજનપૂર્વકના હતા.

English summary
US court summons Sonia Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X