For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: મોદી સાથે લંચ અને રાષ્ટ્રપતિ સાથે ડિનર કરશે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશ્નર સાથે ભારત પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે. જુઓ લાઈવ અપડેટ...

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશ્નર સાથે ભારત પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે. ટ્રમ્પ સોમવારે સવારે 11.40 વાગે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ તે સાબરમતી આશ્રમનો પ્રવાસ કરશે. ત્યાંથી ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' ઈવેન્ટમાં શામેલ થશે. જ્યાં તેમની સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના 2 દિવસીય પ્રવાસ પર છે.

namaste trump

Newest First Oldest First
8:32 PM, 25 Feb

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ કોવિંદે સ્વાગત કર્યું
8:20 PM, 25 Feb

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે આગામી સમયમાં ભારતનું ભવિષ્ય અભૂતપૂર્વ બનવાનું છે. આગામી 50 થી 100 વર્ષોમાં ભારત એક મુખ્ય ખેલાડી બનશે. તેમણે કહ્યું કે, ભારત આર્થિક દ્રષ્ટિકોણથી પણ મજબૂત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
9:09 AM, 25 Feb

મોદી સાથે લંચ અને રાષ્ટ્રપતિ સાથે ડિનર કરશે ટ્રમ્પ
8:08 PM, 24 Feb

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પ પાલમ પહોંચ્યા હતા. તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
7:43 PM, 24 Feb

ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તાજમહેલની પેઇન્ટિંગ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરી હતી.
7:22 PM, 24 Feb

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની તાજમહેલ જોયા પછી આગ્રાથી રાજધાની દિલ્હી જવા રવાના થયા.
6:30 PM, 24 Feb

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર લગભગ એક કલાક માટે તાજમહેલમાં છે. તેઓ અહી સતત ફરી રહ્યા છે.
5:56 PM, 24 Feb

ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહલની વિઝિટર બુકમાં લખ્યું છે, તાજ મહેલ આપણને સુંદર પ્રેરણા આપે છે અને આશ્ચર્યચકિત કરે છે. ભારતીની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું આ જીવંત ઉદાહરણ છે. આભાર ભારત!
5:56 PM, 24 Feb

ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહલની વિઝિટર બુકમાં લખ્યું છે, તાજ મહેલ આપણને સુંદર પ્રેરણા આપે છે અને આશ્ચર્યચકિત કરે છે. ભારતીની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું આ જીવંત ઉદાહરણ છે. આભાર ભારત!
5:46 PM, 24 Feb

આગ્રા: તાજમહેલમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ.
3:54 PM, 24 Feb

થોડી વારમાં જ આગ્રા પહોંચશે ડોનાલ્ડ ટ્રમ્પ
3:43 PM, 24 Feb

ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા લોકો
3:28 PM, 24 Feb

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પને પૂછવામાં આવ્યું- નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કેવો લાગ્યો, જેના જવાબમાં કહ્યું- બહુ શાનદાર
3:09 PM, 24 Feb

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મિલેનિયા ટ્રમ્પ આગરા જવા રવાના થઈ ગયા. જ્યાં તેઓ તાજમહેલ જોવા જશે.
2:55 PM, 24 Feb

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ જતા. જ્યાંથી તે આગ્રા માટે રવાના થશે.
2:54 PM, 24 Feb

પ્રધાનમંત્રીએ કહ્યુ, અમે માત્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં જ નહિ પરંતુ આખી દુનિયાની શાંતિ, પ્રગતિ અને સુરક્ષામાં એક પ્રભાવી યોગદાન કરી શકીએ છીએ. અને એટલા માટે હું માનુ છુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ આ દશકમાં જ ભારત આવવુ એક મોટો અવસર છે. આજે 130 કરોડ ભારતીયો મળીને ન્યૂ ઈન્ડિયાનુ નિર્માણ કરી રહ્યા છે. આપણી યુવા શક્તિ આકાંક્ષાઓથી ભરેલી છે. મોટા લક્ષ્ય રાખવા, તેમને મેળવવા, આજે ન્યૂ ઈન્ડિયાની ઓળખ બની રહ્યુ છે.
2:51 PM, 24 Feb

પ્રધાનમંત્રીએ કહ્યુ, જ્યાંથી તમે ભારતીયોને સંબોધિત કર્યા છે, તે દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે. ખેલ સંબંધિત અમુક સુવિધાઓ અહીં હજુ અંડર કન્સ્ટ્રક્શન છે, તેમછતાં તમારુ અહીં આવવુ ખેલ જગત સાથે જોડાયેલ દરેક વ્યક્તિને પણ ઉત્સાહિત કરશે.
2:48 PM, 24 Feb

પ્રધાનમંત્રીએ કહ્યુ, જ્યારે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવવામાં આવે છે, તો અમેરિકામાં રહેતા 40 લાખ ભારતીય પણ અમેરિકાની પ્રગતિ અને સમૃદ્ધિના સહ-યાત્રી હોવા પર ગર્વ અનુભવે છે. અમેરિકાની જેમ ભારતમાં પણ પરિવર્તન માટે અભૂતપૂર્વ અધીરતા છે.
2:46 PM, 24 Feb

પ્રધાનમંત્રીએ કહ્યુ, આજે ભારત એક સાથે સૌથી વધુ સોટેલાઈટ મોકલવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યુ છે. આજે ભારત સૌથી ઝડપી Financial Inclusion કરીને પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યુ છે. આજે ભારતમાં દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ જ નથી, આજે ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા સ્કીમ પણ ચલાવી રહ્યુ છે. આજે ભારતમાં દુનિયાનો સૌથી મોટો સોલર પાર્ક જ નથી બની રહ્યો પરંતુ આજે ભારત દુનિયાનો સૌથી મોટો સેનિટેશન પ્રોગ્રામ પણ ચલાવી રહ્યો છે.
2:43 PM, 24 Feb

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં કહ્યુ, આજે જે દેશ ભારતનુ Largest Trading Partner છે, તે દેશ છે અમેરિકા. આજે ભારતની સેનાઓ જે દેશની સાથે સૌથી વધુ યુદ્ધ અભ્યાસ કરી રહી છે, તે છે અમેરિકા. આજે જે દેશની સાથે ભારતની સૌથી વધુ વ્યાપક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ છે, તે છે અમેરિકા.
2:30 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - અમેરિકા અને ભારત આતંકવાદીઓને રોકવા અને તેમની વિચારધારા સામે લડવા માટે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. મારી સરકાર પાકિસ્તાન સાથે સકારાત્મક રીતે કામ કરી રહી છે જેથી પાકિસ્તાની સીમા પર કામ કરતા આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓ પર ગાળિયો કસી શકાય.
2:28 PM, 24 Feb

ટ્રમ્પે કહ્યુ - મને એ ઘોષણા કરતા ખુશી થઈ રહી છે કે અમારા પ્રતિનિધિ 3 બિલિયન ડૉલરથી વધુના સોદા પર હસ્તાક્ષર કરશે.
2:28 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - ભારત દર વર્ષે 2000થી વધુ ફિલ્મો બનાવે છે, જે બૉલિવુડ છે. આખી દુનિયામાં તેનુ સ્વાગત કરવામાં આવે છે. લોકો ભાંગડા-સંગીતનો ઉલ્લેખ કરે છે, લોકોને ડીડીએલજે પણ ખૂબ ગમે છે. ભારતે દુનિયાને સચિન, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી આપ્યા છે.
2:26 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - ભારતની આખા વિશ્વમાં એ વાત માટે પ્રશંસા કરવામાં આવે છે કે અહીં લાખો હિંદુ, મુસ્લિમ, સીખ, જૈન, ઈસાઈ અને યહૂદી સાથે સાથે પ્રાર્થના કરે છે. ભારતની એકતા આખા વિશ્વ માટે ઉદાહરણ છે.
2:25 PM, 24 Feb

આજે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો છે. ભારત અને અમેરિકા આતંકીઓને રોકવાાં લાગી છે. દરેક દેશને હક છે કે તે પોતાની સીમાઓને સુરક્ષિત રાખે.
2:24 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - દરેક દેશને સુરક્ષિત રહેવાનો અધિકાર છે, બંને દેશોએ આતંકવાદની તકલીફ સહન કરી છે.
2:23 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - આપણે મળીને સમૃદ્ધ અને સુરક્ષિત દુનિયા બનાવીશુ.
2:23 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - અહીં મહાત્મા ગાંધીએ જાણીતી નમક યાત્રા કરી.
2:22 PM, 24 Feb

ટ્રમ્પ બોલ્યા - અહીં અલગ અલગ ધર્મોના લોકો સાથે રહે છે અને હોળી-દિવાળી સાથે મનાવે છે.
2:21 PM, 24 Feb

અહીં અલગ અલગ ધર્મોના લોકો સાથે રહે છે, આ બધી વસ્તુઓ મળીને એક મહાન ભારત બનાવે છે.
READ MORE

English summary
US President Donald Trump India Visit LIVE Updates namaste trump melania trump narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X