For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અમેરિકી સંરક્ષણ મંત્રી મેટિસે જવાહરલાલ નહેરુની મન ભરીને કરી પ્રશંસા

છ સપ્ટેમ્બરે ભારત અને અમેરિકા વચ્ચે પહેલી વાર 2+2 વાતચીતનું સમાપન થયુ છે. આ વાતચીત સાથે ભારત અન અમેરિકા વચ્ચેનો સંબંધ એક નવા સ્તર પર પહોંચ્યો છે.

|
Google Oneindia Gujarati News

છ સપ્ટેમ્બરે ભારત અને અમેરિકા વચ્ચે પહેલી વાર 2+2 વાતચીતનું સમાપન થયુ છે. આ વાતચીત સાથે ભારત અન અમેરિકા વચ્ચેનો સંબંધ એક નવા સ્તર પર પહોંચ્યો છે. વાર્તા બાદ બંને દેશોના મંત્રીઓ, અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો, અમેરિકી સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસ, ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારે બે વરિષ્ઠ મંત્રીઓ વચ્ચે અમેરિકી સંરક્ષણ મંત્રી મેટિસે ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને યાદ કર્યા. તેમણે જણાવ્યુ કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો નવા સ્તર પર પહોંચાડવા માટે નહેરુની પહેલી અમેરિકા યાત્રાનું કેટલુ યોગદાન હતુ.

નહેરુની પ્રશંસામાં શું કહ્યુ મેટિસે

નહેરુની પ્રશંસામાં શું કહ્યુ મેટિસે

ભારત અને અમેરિકાના સંબંધ 70 માં વર્ષમાં છે અને મેટિસે આ પ્રસંગે બંને દેશો વચ્ચે સંબંધ કેવી રીતે શરૂ થયો તેનો ઉલ્લેખ કર્યો. મેટિસે કહ્યુ, ‘જ્યારે ભારતે વર્ષ 1947 માં આઝાદી મેળવી હતી ત્યારે માત્ર ત્રણ વર્ષ બાદ દેશના પહેલા પ્રધાનમંત્રી નહેરુ, અમેરિકાની યાત્રા પર ગયા હતા. મેટિસે અહીં તે દરમિયાન નહેરુએ કેવી રીતે બંને દેશોના સંબંધોનું વર્ણન કર્યુ હતુ તે યાદ કર્યુ.' મેટિસે કહ્યુ નહેરુએ પોતાની યાત્રા પર કહ્યુ હતુ, ‘આ અમેરિકાના દિલ અને દિમાગ વચ્ચેની શોધ યાત્રા છે.' મેટિસે આગળ કહ્યુ કે તેઓ અને વિદેશ મંત્રી પોપેયો આ ભાવના સાથે ભારત આવ્યા છે.

આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી

ઘણી સદીઓના છે સંબંધો

ઘણી સદીઓના છે સંબંધો

મેટિસે કહ્યુ ભારત અને અમેરિકાના સંબંધો આજથી નહિ પરંતુ ઘણા વર્ષોથી છે અને આશા છે કે 2+2 વાતચીત બાદ સંબંધો વધુ મજબૂત થશે. નહેરુ પહેલી વાર જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા તો તેમણે ત્રણ સપ્તાહ અમેરિકામાં પસાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા બેઠકો કરી અને વિદેશ નીતિની શરૂઆત કરી. જો કે તેમની મુલાકાત તત્કાલિન રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રમેન સાથે ફ્લોપ સાબિત થઈ હતી કારણકે ટ્રુમેને ભારતને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કે ખાદ્યાન્નની મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. નહેરુ ડિસેમ્બર 1956, સપ્ટેમ્બર 1960 અને બાદમાં 1961 માં અમેરિકા પ્રવાસે ગયા હતા.

ફરીથી બદલાયો માહોલ

ફરીથી બદલાયો માહોલ

વર્ષ 1956 માં જ્યારે નહેરુએ અમેરિકાનો પ્રવાસ કર્યો તો તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ ડ્વાઈટ ડી આઈશ્નોવર સાથે તેમના ગેટ્ટીસબર્ગ સ્થિત ફાર્મ હાઉસ પર દોઢ દિવસ પસાર કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર 14 કલાક સુધી વાતચીત થઈ. ત્યારબાદ આઈશ્નવારે ભારતને આર્થિક મદદ બમણી કરી દીધી અને મદદની રકમ 822 મિલિયન ડૉલર થઈ ગઈ. તે સાથે જ તેમણે ભારત માટે પીએલ 480 ફૂડ પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી. ત્યારબાદ વર્ષ 1959 માં આઈશ્નવાર ભારત પણ આવ્યા હતા અને તેમનો ભારત પ્રવાસ ઘણો સફળ સાબિત થયો હતો.

કેનેડી અને નહેરુની મુલાકાત

કેનેડી અને નહેરુની મુલાકાત

છેલ્લી વાર વર્ષ 1961 માં અમેરિકા ગયા અને તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી હતા. કેનેડી જે સમયે સેનેટર હતા તે સમયથી જ તેઓ ભારતને વધુ મદદ આપવાના સમર્થક હતા. વર્ષ 1961 માં નહેરુ અને કેનેડીની મુલાકાત થઈ અને તેને આજે પણ એક ઉત્સાહહીન પ્રવાસ ગણવામાં આવે છે. આ નહેરુનો છેલ્લો અમેરિકી પ્રવાસ હતો અને 71 વર્ષીય નહેરુ ઘણા થાકેલા હતા. ત્યારબાદ કેનેડીએ તેમને વાતચીત માટે મજબૂર કર્યા. પરંતુ બાદમાં જ્હોન એફ કેનેડીએ નહેરુના તે અમેરિકી પ્રવાસને ‘સૌથી ખરાબ' અમેરિકી પ્રવાસ ગણાવ્યો. જો કે કેનેડીએ ભારતને અપીતી આર્થિક મદદમાં વધારો કરી દીધો હતો.

આ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહઆ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહ

English summary
US Secretary of Defense James Mattis praised former Prime Minister of India Jawaharlal Nehru for strengthening relationship between India and US during 2+2 dialogue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X