યુપીમાં ચોથા તબક્કાના મતદાન સાથે જોડાયેલ રસપ્રદ તથ્ય, લખનઉ-લખીમપુર-રાયબરેલી પર રહેશે નજર

ઉત્તર પ્રદેશની 59 વિધાનસભા સીટો પર આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. જાણો મતદાન સાથે જોડાયેલ રસપ્રદ તથ્ય.

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશની 59 વિધાનસભા સીટો પર આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. ચોથા તબક્કામાં લખનઉ, રાયબરેલી, લખીમપુર ખીરીમાં મતદાન થઈ રહ્યુ છે. જેમાં રાયબરેલીની પાંચ સીટો પણ ઘણી મહત્વની છે જેને સોનિયા ગાંધીનો ગઢ માનવામાં આવે છે. જે મુખ્ય શહેરોમાં આ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે તે લખનઉ, રાયબરેલી, લખીમપુર ખીરી ઉપરાંત સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, બાંદા, ફતેહપુર છે.

ગઈ ચૂંટણીમાં શું હતી સ્થિતિ

ગઈ ચૂંટણીમાં શું હતી સ્થિતિ

ગઈ ચૂંટણીના વાત કરીએ તો 2017માં ભારતીય જનતા પાર્ટીને ચોથા તબક્કામાં 51 સીટો પર જીત મળી હતી જ્યારે ચાર સીટો પર સપાને જીત મળી હતી, બે પર કોંગ્રેસ અને બે પર બસપાને જીત મળી હતી. ભારતીય જનતા પાર્ટીના સહયોગી પક્ષ અપના દલને એક સીટ પર જીત મળી હતી. લખીમપુર ખીરીની વાત કરીએ તો અહીં ચૂંટણી ઘણી રસપ્રદ છે કારણકે અહીં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રા પર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન હત્યાનો કેસ નોંધાયો હતો.

લખીમપુરમાં ખેડૂતોની નારાજગી ભારે પડી શકે છે

લખીમપુરમાં ખેડૂતોની નારાજગી ભારે પડી શકે છે

કૃષિ કાયદાને લઈને જે રીતે કેન્દ્ર સરકારે વલણ અપનાવ્યુ હતુ તેનાથી ખેડૂતો ખુશ નથી. તે આશિષ મિશ્રાની એસયુવીવાળી ઘટનાને લઈને પણ ઘણા નારાજ છે. ખેડૂતોએ આશિષ મિશ્રાને જામીન આપવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. લખીમપુરની બધી 8 સીટોની વાત કરીએ તો તેના ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. ભાજપના યોગેશ વર્માએ 2017માં જીત મેળવી હતી, તેમનો એક વાર ફરીથી સપા ઉમેદવાર ઉત્કર્ષ વર્મા સાથે મધુરની સીટ પર મુકાબલો છે. કોંગ્રેસે અહીંથી રવિ શંકર ત્રિવેદીને મેદાનમાં ઉતાર્યા છે.

લખનઉમાં પાંચ સીટો પર નજર

લખનઉમાં પાંચ સીટો પર નજર

લખનઉની બધી પાંચ સીટો પર આજે મતદાન થઈ રહ્યુ છે. એવામાં સૌથી રસપ્રદ મુકાબલો સરોજનીનગરથી ભાજપના ઉમેદવાર રાજેશ્વર સિંહના સપા ઉમેદવાર અભિષેક મિશ્રા સાથે છે. રાજેશ્વર સિંહ ઈડીના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર છે જ્યારે અભિષેક મિશ્રા આઈઆઈએમના પૂર્વ પ્રોફેસર છે, તેમને અખિલેશ યાદવની નજીક માનવામાં આવે છે. વળી, રાજ્યના કાયદા મંત્રી બૃજેશ પાઠકનો મુકાબલો સપાના બે વારના નેતા સુરેન્દ્રસિંહ ગાંધી સાથે છે. બંને કેન્ટ સીટથી સામ-સામે છે. લખનઉ ઈસ્ટથી રાજ્ય સરકારમાં મંત્રી આશુતોષ ટંડનનો મુકાબલો સપાના અનુરાગ ભદોરિયા સાથે છે.

રાયબરેલીથી રસપ્રદ મુકાબલો

રાયબરેલીથી રસપ્રદ મુકાબલો

રાયબરેલીના હાઈ પ્રોફાઈલ સદર સીટની વાત કરીએ તો અહીં કોંગ્રેસ પાર્ટીનો દબદબો માનવામાં આવે છે. પરંતુ આ વખતે કોંગ્રેસની ટિકિટથી 2017માં ચૂંટણી જીતનાર અદિતિ સિંહે ભાજપનો હાથ પકડી લીધો છે. એવામાં અદિતિ સિંહ આ સીટ પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે જ્યારે સપાએ આ સીટ પર આરપી યાદવ તેમજ કોંગ્રેસે મનીષ ચૌહાણને ટિકિટ આપી છે.

વોટ કરવા પર બાળકોને મળશે માર્કસ

વોટ કરવા પર બાળકોને મળશે માર્કસ

મહિલા મતદારોને રિઝાવવા માટે ચૂંટણી પંચે 137 પિંક બૂથ તૈયાર કર્યા છે જ્યાં મહિલા અધિકારીઓને જ તૈનાત કરવામાં આવ્યા છે. લખનઉના ક્રાઈસ્ટ ચર્ચ કૉલેજે એલાન કર્યુ છે કે જો માતાપિતા વોટ કરશે તો તેમના બાળકોને વધુ 10 ગુણ આપવામાં આવશે. નોંધનીય વાત છે કે યુપીમાં આગલા ત્રણ તબક્કાનુ મતદાન 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે થશે જ્યારે પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X