યુપી ચૂંટણી 2022 પહેલા આંકાક્ષા પેટી લઈને જનતા વચ્ચે જશે ભાજપ, જાણો શું છે પ્લાન
ભારતીય જનતા પાર્ટી(ભાજપ) યુપીમાં જીત માટે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકો પાસે ફીડબેક લેશે.
લખનઉઃ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે જેમાં હવે માત્ર ચારથી પાંચ મહિનાનો સમય જ રાજકીય પાર્ટીઓ સામે બાકી બચ્યો છે. એવામાં બધી રાજકીય પાર્ટીઓ પોત-પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ચૂંટણી વિજયરથ, રેલીઓ અને સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસારનો દોર શરુ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ) યુપીમાં જીત માટે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકો પાસે ફીડબેક લેશે.

ફીડબેક(જનતાના સૂચનો) લેવા માટે ભાજપે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપ 'આકાંક્ષા પેટી' લઈને જનતા વચ્ચે જશે. આકાંક્ષા પેટી એ બોક્સ હશે જેમાં સામાન્ય જનતા પત્રના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરી શકશે કે છેવટે તેમને કયા પ્રકારની સરકાર જોઈએ. લોકોના મનની વાત શું છે. તેને જાણવા માટે આકાંક્ષા પેટીઓમાંથી મળતા બધા પત્રોનુ મૂલ્યાંકન કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે અને પાર્ટી જલ્દી તારીખની ઘોષણા કરવાની છે.
વાસ્તવમાં, ભાજપ પોતાની ચૂંટણી તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતી નથી. પાર્ટી યૂપી ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કરશે પરંતુ એ પહેલા પાર્ટીના રણનીતિકારોએ ઉત્તર પ્રદેશના લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ ભાજપ જનતા વચ્ચે ફીડબેક(સૂચન) લેવા માટે લોકો વચ્ચે જશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આકાંક્ષા પેટીઓ રાજ્યની બધી વિધાનસભાઓમાં રાખવામાં આવશે. આ અંગે માહિતી આપીને ભાજપના પ્રદેશ પ્રવકતા ડૉ. ચંદ્રમોહને જણાવ્યુ કે ભાજપ જનમત સાથે ચાલે છે કે જનમત શું છે.
ડૉ. ચંદ્રમોહનો જણાવ્યુ કે 2017માં પણ અમે જનતાનો મત લીધો હતો અને તેની શરૂઆત ભાજપે જ કરી હતી. અમે જ સંકલ્પ પત્રનો પ્રારંભ કર્યો હતો. એ પહેલા ઘોષણા પત્ર હતા, અમે સંકલ્પ પત્રનુ રુપ આપ્યુ છે અને સંકલ્પ પત્ર પર કામ કર્યુ. હવે જનતાનો મત શું છે અને તે અમારી પાસે શું અપેક્ષા કરી રહી છે. તે કેવુ ઉત્તર પ્રદેશ ઈચ્છે છે તેના માટે આકાંક્ષા પેટીઓ આખા ઉત્તર પ્રદેશમાં જલ્દી રાખવામાં આવશે.
વળી, ભાજપ પ્રવકતા રાકેશ ત્રિપાઠીનુ કહેવુ છે કે ભાજપ જનતા પાસે ફીડબેક લઈને જ યોજનાઓ બનાવે છે. વળી, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ સંકલ્પ પત્ર જનતા પાસેથી ફીડબેક લઈને જ બનાવ્યો હતો. તેમણે કહ્યુ કે 5 વર્ષના કાર્યકાળમાં ભાજપ સરકારે આ સંકલ્પ પત્રને પૂરુ કરવાનુ કામ કર્યુ છે. 2022ની ચૂંટણી પહેલા જનતા પાસેથી ફરીથી ફીડબેક લેવાનુ કામ ભાજપ કરશે. હાલમાં ભાજપના ઘણા આવા અભિયાન ચાલી રહ્યા છે જેમાં પાર્ટી લોકો સાથે સીધો સંપર્ક કરી રહી છે.












Click it and Unblock the Notifications
