ભાજપની સુનામી : ઉત્તર પ્રદેશમાં 300 સીટો મળી ભાજપને વિજય

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં ભાજપની સુનામી બંધ થવાનું નામ નથી લેતી. સવારના 11 વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ભાજપે 300 સીટોનો જોરદાર આંકડો મેળવી લીધો છે. જે ભાજપની ઉત્તર પ્રદેશમાં મોટી જીતને બતાવે છે. આટલી મોટી જીત મળતા જ તે વાતમાં હવે શંકાને કોઇ સ્થાન નથી રહ્યું કે ઉત્તર પ્રદેશમાં સરળતાથી ભાજપ પોતાની સરકાર બનાવી શકશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં 403 સીટો પર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી.અને સવારે 11 વાગ્યા સુધીમાં ભાજપ 300નો આ આંકડો વટાવી ચૂકી છે.

win

ત્યારે ભાજપની હેટ્રીક બાદ ભાજપમાં ઉત્તર પ્રદેશમાં કોણ મુખ્યમંત્રી બનશે તે વાતને લઇને ચર્ચાઓનો શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ પણ ભાજપની આ જીતને હર્ષોઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે. સાથે જ આ જીતમાં અમિત શાહની રણનિતી અને નરેન્દ્ર મોદીની અનેક રેલીઓ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. નોંધનીય છે કે સપા અને કોંગ્રેસના ગઠબંધનને હજી 74 સીટો જ મળી છે. ત્યારે હાલ તો તમામ ભાજપના નેતાઓ એક બીજાને આ જીત માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક્ઝિટ પોલમાં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતની વાત કરવામાં આવી હતી. તે બાદ આ જીતે સમાજવાદી પાર્ટીની મુશ્કેલીઓ વધારી છે

English summary
ભાજપે ઉત્તર પ્રદેશમાં 300 સીટો મેળવી લીધી છે તે પણ 11 વાગ્યા પહેલા. આ અંગે વધુ જાણો અહીં.
Please Wait while comments are loading...