ઉત્તર પ્રદેશ: યમુના નદીમાં હોડી ઉંધી વળી, 3 લોકોના મોત, 17 ગુમ, 15 લોકોને કરાયા રેસ્ક્યુ
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રક્ષાબંધનના દિવસે એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં યમુના નદીમાં લોકોથી ભરેલી હોડી પલટી ગઈ. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો લાપત
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રક્ષાબંધનના દિવસે એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં યમુના નદીમાં લોકોથી ભરેલી હોડી પલટી ગઈ. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. બાંદા પોલીસના જણાવ્યા અનુસાર નદીમાંથી અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટમાં કેટલા લોકો હતા તેની ચોક્કસ માહિતી મળી શકી નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ સંખ્યા 35ની આસપાસ હતી.

મળતી માહિતી મુજબ, બોટ ફતેહપુરથી માર્કા ગામ જઈ રહી હતી. માર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા જ બોટ જોરદાર પ્રવાહને કારણે પલટી ગઈ હતી. જેમાં અનેક લોકો ડૂબી ગયા હતા. ઉતાવળમાં પોલીસ પ્રશાસનની ટીમે ડાઇવર્સને બોલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બોટમાં કેટલાય વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પણ સવાર હતા. જેમાંથી 15 લોકો બહાર કાઢવામાં આવ્યા છે.
બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે વરસાદને કારણે હરિયાણાના યમુનાનગરમાં હથની કુંડ બેરેજમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું હતું, જેથી ગુરુવારે સવારે 6 વાગ્યે 70 હજાર ક્યુસેકથી વધુ પાણી યમુના નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે પ્રવાહ ખૂબ જ ઝડપી બન્યો હતો. પ્રાથમિક તપાસમાં બોટ પલટી જવા પાછળ જોરદાર કરંટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સીએમ એ દુખ વ્યક્ત કર્યુ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ પાસેથી આ ઘટનાની માહિતી લીધી છે. આ મામલે સીએમ ઓફિસે કહ્યું કે સીએમ યોગીએ બાંદામાં બોટ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, NDRF અને SDRF ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ, રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
