યુપીમાં આ કારણથી વધી ગઈ છે એક વધુ મિની ચૂંટણીની શક્યતા
જો મોટા ભાગના એક્ઝિટ પોલ સાચા સાબિત થયા તો યુપીમાં આગામી દિવસોમાં જ વિધાનસભા માટે એક નાની ચૂંટણીની શક્યતા દેખાઈ રહી છે.
જો મોટા ભાગના એક્ઝિટ પોલ સાચા સાબિત થયા તો યુપીમાં આગામી દિવસોમાં જ વિધાનસભા માટે એક નાની ચૂંટણીની શક્યતા દેખાઈ રહી છે. કારણ એ છે કે રાજ્યના કુલ 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જો તેઓ જીતી જાય તો આ તમામ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
આ પણ વાંચો: પરિણામ પહેલા ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયારીઓ, કોંગ્રેસ સતર્ક

ભાજપની કેટલી બેઠકો થશે ખાલી?
જે 13 ધારાસભ્યો યુપીમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, તેમાં સૌથી વધુ સંખ્યા ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓની છે. ભાજપના 4 પ્રધાનો અને 5 ધારાસભ્યો લોકસભામાં જવા રાહ જોઈ રહ્યા છે. ભાજપના રીતા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી, એસપી સિંહ બઘેલ, અને મુકુટ બિહાર વાજપેયી ચૂંટમી લડી રહ્યા છે. આ ઉપરાંત આરકે સિંહ પટેલ, રાજવીરસિંહ વાલ્મીકિ દિલેર, ઉપેન્દ્ર રાવત, પ્રદીપ ચૌધરી, અક્ષયવર લાલ ગૌડ સહિતના ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે.

સપાના કયા ધારાસભ્યો છે રેસમાં
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન પણ રામપુરથી લોકસભા લડી રહ્યા છે. તો આ ઉરપરાંત બળવાખોર ધારાસભ્ય શિવપાલ યાદવ ફિરોઝાબાદથી કિસ્મત અજમાવી રહ્યા છે. જો આ બંને નેતાઓ ચૂંટણી જીતો તો બંનેની બેઠકો પર પેટા ચૂંટણી થશે.

બીજી કઈ બેઠકો પર પેટા ચૂંટણીની શક્યતા
માયાવતીની પાર્ટી બસપાએ પોતાના ધારાસભ્ય રિતેશ પાંડેને આંબેડકર નગરથી મેદાનમાં ઉતાર્યા છે, તો અપના દલના ધારાસભ્ય સંગમ લાલ ગુપ્તા પ્રતાપગઢમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે જ વિપક્ષના નેતા અને સપાના ધારાસબ્ય રામ ગોવિંદ ચૌધરીએ કહ્યું છે કે,'UPમાં ચૂંટણીની આવિ સિઝન ક્યારેય જોવા નથી મળી. લાગે છે કે આગામી મહિનાઓમાં વધુ એક પેટા ચૂંટણી થવાની છે.'












Click it and Unblock the Notifications
