For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટમાં 7 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના ગોંડામાં ગઈ રાતે મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી બે ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

ગોંડાઃ ઉત્તર પ્રદેશના ગોંડામાં ગઈ રાતે મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી બે ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા. દૂર્ઘટનામાં 7 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના ગોંડાના વજીર ગંજ સ્થિત ટીકરી ગામની છે. ઘટના વિશે ગોંડાના એસપી સંતોષ કુમારે માહિતી આપીને કહ્યુ કે 14 લોકોને અત્યાર સુધી ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે જેમાંથી 7 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 7 લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ સાથે જ મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

blast

ઘાયલોને ઈલાજ માટે નવાબગંજ પીએચસી મોકલવામાં આવ્યા છે. જે લોકોની દૂર્ઘટનામાં મોત થયુ છે તેમાં બે પુરુષ, બે મહિલા અને 3 બાળકો હોવાના સમાચાર છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાટમાળમાં બીજા વધુ લોકો દબાયા હોઈ શકે છે. માહિતી મુજબ જ્યાં આ દૂર્ઘટના બની છે ત્યાં મકાન માલિક પાસે ફટાકડા બનાવવાનુ લાયસન્સ હતુ. પોલિસ એ મામલાની પણ તપાસ કરશે કે આ દૂર્ઘટના ક્યારે બની અને શું આ ધમાકા પાછળ ફટાકડાનો પણ હાથ છે. હાલમાં આ દૂર્ઘટનાનુ કારણ સિલિન્ડર બ્લાસ્ટ ગણાવાઈ રહ્યુ છે.

English summary
Uttar Pradesh: Cylinder blast in Gonda, several lost life many admit in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X