સાવધાનઃ જીન્સ-ટોપ, શોર્ટ સ્કર્ટ પહેરીને લૂંટ ચલાવે છે લેડી ગૈંગ
આગરા, 23 એપ્રિલઃ આગરાથી ઝાંસીની વચ્ચે ટ્રેનમાં જો તમને જીન્સ-ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેરી યુવતીઓ ટ્રેનમાં ઘૂમતી જોવા મળે તો જરા સાવધાન થઇ જશો, કારણ કે તે તમારા પર્સ અને કીમતી સામાનો પર હાથ સાફ કરી શકે છે. જી હાં, આગરા પોલીસે જીન્સ, ટોપ પહેરીને રેલ યાત્રીઓનો સામાન ચોરતી અને ખિસ્સા કાપતી મોર્ડન મહિલાઓના એક સમૂહની ધરપકડ કરી છે. આ સમૂહ ટ્રેનમાં લોકોના સામાન પર હાથ સાફ કરતી હતી અને તેમના પહેરવેશને જોઇને કોઇ તેના પર શંકા નહોતું કરતું.
જીઆરપીના ટોચના અધિકારીએ જણાવ્યું કે જીઆરપીના એક જવાને ડબરા રેલવે સ્ટેશન પર રવિવારે ઉદયપુર-ખજુરાહો ઇન્ટરસિટી પર યાત્રીઓ ચઢી રહ્યાં હતા ત્યારે એક મહિલાને બેગમાંથી પર્સ ચોરી કરતા જોઇ હતી. જ્યારે જવાને પોલીસની જેમ પૂછપરછ હાથ ધરી તો મહિલાએ સાચી હકિકત જણાવી દીધી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેની સાથે અન્ય ત્રણ મહિલાઓ પણ છે જેમાં એક 13 વર્ષની બાળકી પણ છે.













Click it and Unblock the Notifications
