Uttar Pradesh: કાડવ યાત્રાને લઈને યોગી સરકારના ફરમાનનો જોરદાર વિરોધ, ઘણા નેતાઓએ મોરચો ખોલ્યો
Uttar Pradesh: હિન્દુ-મુસ્લિમને લડાવીને રાજનીતિ કરવા માટે કુખ્યાત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને ધર્મના આધારે લડાવતુ વધુ એક ફરમાન જારી કર્યુ છે.
કાવડ યાત્રાના રૂટ પર આવતી દુકાનોના માલિકોને નેમ પ્લેટ લગાવવા કરાયેલા યોગી સરકારના ફરમાનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. હવે ઘણા નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો છે.

સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે સીએમ યોગીના નિર્ણયનો વિરોધ કર્યો અને કહ્યું કે, આવા આદેશો સામાજિક અપરાધ છે જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવા માંગે છે.
એનડીએની કેન્દ્ર સરકારમાં સામેલ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સીએમ યોગીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મારી લડાઈ જાતિવાદ અને કોમવાદ સામે છે. તેથી જ્યાં પણ જાતિ-ધર્મના ભાગલાની વાત થાય હું તેને ક્યારેય સાથ આપીશ નહીં.
બીજેપીના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ સૌપ્રથમ યોગી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને તેને ભેદભાવને પ્રોત્સાહન આપનાર ગણાવ્યો. જો કે, બાદમાં તેમના નિવેદનને પાછું ખેંચતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આદેશથી સ્પષ્ટ છે કે કાવડિયાઓની આસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો સાંપ્રદાયિકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સીએમ યોગીના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, હિટલરની ભાવના સીએમ યોગીમાં પ્રવેશી છે. તેમણે સીએમ યોગીના આ નિર્ણયને કલમ 17નું ઉલ્લંઘન અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપનારો ગણાવ્યો.












Click it and Unblock the Notifications
