ઉત્તર પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય ચોખા પર સંશોધન શરૂ કરાશે

તેમણે જણાવ્યું કે સમગ્ર યોજનાનું સંચાલન આઇઆરઆરઆઇ, બિલ એન્ડ મિલિન્ડ ગોટ્સ ફાઉન્ડેશન અને ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર દ્વારા સાથે મળીને કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય હેતુ આફ્રિકા અને દક્ષિણ એશિયા માટે ચોખાની એવી જાતોની ઓળખાણ કરવાનો છે જે ત્યંની માટીમાં ઓછી પડતરે વધારે ઉત્પાદન આપે.
આ યોજના અંતર્ગત વિશ્વના અન્ય દેશોમાં પૂર, દુષ્કાળ અને ક્ષારવાળી જમીન પર ઉગાડવામાં આવતી પ્રચલિત જાતિઓનું પરીક્ષણ દેશમાં વિવિધ પ્રકારની માટીમાં રપનામાં આવશે. સાથે તેની ઉત્પાદન ક્ષમતાનો પણ પરખવામાં આવશે.
દેશની ચોખાની જાતના આંતરરાષ્ટ્રીય ગુણોને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ સંબંધિત આંકડાઓની માહિતી આઇઆરઆરઆઇને મોકલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય દેશોના વિજ્ઞાનીઓ પણ ભાગ લેશે. એવી જ રીતે ભારતીય વિજ્ઞાનીઓ પણ અન્ય દેશોમાં જઇને સંશોધન કરશે. યોજના માટે આર્થિક મદદ કે અન્ય સુવિધાઓ અંગે કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
