For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાદળ ફાટ્યા પછી લાપતા 20 લોકોમાંથી 15 લોકોની લાશ મળી

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે. રવિવારે ઉત્તરકાશીના મોરી બ્લોકમાં વાદળ ફાટ્યા બાદ 20 લોકો ગુમ થયા હતા, જેમાંથી 15 લોકોના મૃતદેહો મળી આવી છે. 5 લોકો હજી ગુમ છે. તેમને શોધવા માટે હજી પ્રત્યનો ચાલુ છે.

Uttarakhand

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર, દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે જુદા જુદા સ્થળોએથી લોકો ગુમ થયાના અહેવાલો આવી રહ્યા છે. જો કોઈને તેના વિશે કોઈ માહિતી મળે, તો તેઓએ મોરી પોલીસને તેના વિશે જાણ કરવા વિનંતી છે.

આપને જણાવી દઈએ કે ઉત્તરકાશી, લાંબગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ છે. હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી એસએ મુરુગેસને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી 22 લોકો લાપતા થયા છે.

આ પણ વાંચો: Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા

English summary
Uttarakhand: 20 people missing in Uttarkashi district, 15 bodies have been recovered so far
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X