For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા

દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજધાનીમાં સોમવારે યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ.

|
Google Oneindia Gujarati News

દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજધાનીમાં સોમવારે યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ. સોમવારે સાંજે યમુનાનું જળસ્તર, 205.43 મીટર સુધી પહોંચી ગયુ છે જે ખતરાના નિશાનથી વધુ છે. યમુનામાં ખતરાનું નિશાન 205.33 મીટર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે રવિવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર માટે પૂરની ચેતવણી જારી કરી હતી રવિવારે બપોરે બે વાગે જળ સ્તર 205.12 મીટર પર હતુ. આજે સાંજે ચાર વાગ્યા સુધી યમુનાનુ જળસ્તર 2.06.20 મીટર સુધી પહોંચી શકે છે. તો વળી, યમુનાના ખતરાના નિશાને પહોંચતા પહેલા જ આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે.

હથિની કુંડ બેરેજ

હથિની કુંડ બેરેજ

તમને જણાવી દઈએ કે હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવા અને યમુનાનુ જળ સ્તર વધવાથી જાનમાલને નુકશાનનો ખતરો પેદા થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યુ કે હરિયાણાએ રવિવારે થોડા થોડા સમયે પાણી છોડ્યુ. તેમણે જણાવ્યુ કે રવિવારે સાંજે પાંચ વાગ્યે 8 લાખ 14 હજાર ક્યુસેક પાણી હથિની કુંડ બેરેજમાંથી છોડવામાં આવ્યુ હતુ.

યમુના બ્રિજથી પસાર થતી ટ્રેનોને રોકી દેવામાં આવી

યમુના બ્રિજથી પસાર થતી ટ્રેનોને રોકી દેવામાં આવી

પૂરના ખતરાને જોતા લોકો હવે પોતાનો જરૂરી સામાન લઈને ઘર છોડીને જઈ રહ્યા છે. તેમની મદદ માટે સરકારે 2,120 કેમ્પ લગાવ્યા છે. સાથે યમુના બ્રિજથી ગુજરતી ટ્રેનોને રોકી દેવામાં આવી છે. અનુમાન છે કે દિલ્લીમાં આગામી બે દિવસ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે કારણકે આગામી બે દિવસ પાણીનુ વહેણ તેજ થશે.

આ પણ વાંચોઃ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘરઆ પણ વાંચોઃ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર

હેલ્પલાઈન નંબર જારી કરાયા

હેલ્પલાઈન નંબર જારી કરાયા

દિલ્લીના પ્રભાવિત વિસ્તારોમાં 30 બોટ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે ફોન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની મદદ માટે 011-22421656 અને 011- 21210849 પર કૉલ કરી શકાય છે. જો કે હાલમાં દેશના ઘણા ભાગોમાં સતત થઈ રહેલી મૂસળધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ચોપટ થઈ ગયુ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદના કારણે રવિવાર કુલ 38 લોકોએ જીવ ગુમાવ્યા અને 22 લોકો ગાયબ છે.

હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં પૂરનુ એલર્ટ

હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં પૂરનુ એલર્ટ

દિલ્લી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં પૂરનું એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 121 લોકોના મોત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં પણ લોકો પૂર સામે લડી રહ્યા છે. અહીં 76 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. 10 લોકો હજુ પણ ગાયબ છે. હિમાચલ પ્રદેશમાં કુલ 24 લોકોના મોત નીપજ્યા છે જેમાં બે નેપાળના નાગરિક પણ શામેલ છે.

English summary
Delhi on high alert as Yamuna breaches danger mark,Torrential rains claimed at least 38 lives and left thousands others displaced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X