લોકસભા ચૂંટણી 2024: ઉત્તરાખંડમાં ભાજપનો માઈક્રો મેનેજમેન્ટ કાર્યક્રમ શરૂ, જાણો રણનીતિ
લોકસભા ચૂંટણી 2024 માટે ભલે હજી સમય છે, પરંતુ ઉત્તરાખંડમાં ભાજપે અત્યારથી જ મિશન લોકસભા પર ફોકસ શરૂ કરી દીધું છે. જેના માટે ભાજપે પોતાના માઈક્રો મેનેજમેન્ટ કાર્યક્રમ શરૂ કરી દીધો છે. ભાજપ પોતાના રાષ્ટ્રવ્યાપી વોટર ચેતના મહાઅભિયાન અંતર્ગત બૂથ સ્તરે પહોંચવામાં લાગી છે. જેના માટે પણ કાર્યકર્તાઓને ફિલ્ડમાં ઉતારી દેવામાં આવ્યા છે.

ભાજપનો સૌથી મોટો ટાર્ગેટ 18 વર્ષના નવા મતદારો છે, જેમને પોતાના પલડાં તરફ કરવા માટે ભાજપ વોટર ચેતના મહાઅભિયાન પર ફોકસ કરી રહી છે. આના માટે પહેલીવાર વોટ આપવા જઈ રહેલા યૂથને ભાજપના પક્ષમાં કરવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. જેના દ્વારા ભાજપ દરેક વિધાનસભામાં 10 હજાર નવા મતદારોને જોડવાનો ટાર્ગેટ રાખી રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે પોતાના વોટર ચેતના મહાઅભિયાનની ટોળીથી ઘર ઘર જઈ 1 જાન્યુઆરી 2024ના રોજ જે કોઈપણ યુવાનો 18 વર્ષ પૂર્ણ કરતા હોય, તેવા યુવાનોને કોઈપણ કિંમતે વોટર બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ભાજપે કાર્યકર્તાઓને રણનીતિ બનાવી વિધાનસભા પ્રમાણે સ્થાનિક પાર્ટીના પદાધિકારી, મેયર, જિલ્લાપંચાયત અધ્યક્ષ, બ્લૉક પ્રમુખ અને અન્ય જનપ્રતિનિધિઓ સાથે સમન્વય બનાવી કામ કરવા કહ્યું છે. વોટર ચેતના અભિયાનની ટોળી આ અભિયાનમાં યુવા મોર્ચા, કિસાન મોર્ચા, મહિલા મોર્ચા, અનુસૂચિત મોર્ચા, અલ્પસંખ્યક મોર્ચાના પદાધિકારીઓના સહયોગથી લઈ નવા મતદાતાઓને જોડવાનું કામ કરશે. જેના માટે ભાજપ જાગરુકતા કાર્યક્રમ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો પણ લેશે.
આગામી દિવસોમાં વિધાનસભા, મંડળ, બૂથ સ્તરે જિલ્લાથી પાંચ કાર્યકર્તાઓને સંયોજક અને સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમની ટોળી ઘરે-ઘરે જઈ જનતાનો સંપર્ક કરી નવા મતદાતાઓ બનાવવાનું કામ કરશે. માટે પાર્ટીએ પ્રત્યેક વિધાનસભામાં 10 હજાર નવા મતદાતા બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે.
ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓને લઈને પહેલાં સાંસદોની દિલ્હીમાં જવાબદારીઓ નક્કી કરતાં ગામોમાં પ્રવાસ કરવા કહ્યું. જે બાદ દહેરાદૂનમાં સંગઠન મહામંત્રીએ તમામ પદાધિકારીઓને સાથે રાખી લોકસભા ચૂંટણી માટે પ્લાનિંગ તૈયાર કર્યું છે. હવે ભાજપે પોતાના કાર્યકર્તાઓને બૂથ સ્તરે ઉતારવાના કેટલાય વિશેષ કાર્યક્રમ લોન્ચ કર્યા છે. જેનો ઉદ્દેશ્ય માઈક્રો મેનેજમેન્ટ કાર્યક્રમ દ્વારા ઘર-ઘર સુધી પહોંચવાનો છે.












Click it and Unblock the Notifications
