For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વળતરની લાલચમાં પિતાને કેદારનાથમાં ગુમ બતાવ્યા!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 3 જૂન: ઉત્તરાખંડની ત્રાસદી બાદ એક તરફ જ્યાં હજારો લોકો પોતાના પરિજનોને ગુમાવવાનો શોક મનાવી રહ્યાં છે અને તેમના પરત ફરવા માટે દુવા માંગી રહ્યાં છે તો બીજી તરફ એવા લોકો છે જે કેદારનાથ અને તેની આસપાસ થયેલી તબાહીનો ફાયદો લેવાનું ચુકી નથી રહ્યાં. આવો એક કિસ્સો યુપીના મુજફ્ફરનગરમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પહેલાંથી ગુમ પોતાના પિતાને કેદારનાથમાં ગુમ થયા હોવાનો મામલો દાખલ કરાવ્યો જેથી તેને વળતર મળી શકે.

મુજફ્ફરનગરમાં મનોહર લાલ નામના એક વ્યક્તિએ જિલ્લા વહિવટી તંત્ર પાસે ફરિયાદ દાખલ કરાવી છે કે તેના પિતા પણ કેદારનાથની તબાહી બાદ ગુમ થયા છે. મનોહરે ઓફિસરોને જણાવ્યું હતું કે 60 વર્ષના તેના પિતા રેહતુલાલ કેદારનાથ ગયા હતા. છેલ્લીવાર તેમની સાથે 10 જૂનના રોજ વાત થઇ હતી પરંતુ ત્યારબાદ કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો.

uttarakhand-flood

જો કે વહિવટી તંત્રએ જ્યારે આ કેસની તપાસ કરી તો જાણવા મળ્યું કે રેહતૂલાલ તો ગત સાત વર્ષોથી ગુમ છે. તેમના પુત્ર મનોહરે મોટું વળતર મેળવવાની લાલચમાં રેહતૂલાલને કેદારનાથમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. વહિવટી તંત્ર હવે મનોહર વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવવા પર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

English summary
To avail compensation announced for Uttarakhand victims, a son filed a fake missing complaint about his 60-year-old father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X