Char Dham Yatra: હાઈકોર્ટના ચુકાદા બાદ ઉત્તરાખંડ સરકારે સ્થગિત કરી ચારધામ યાત્રા, નવી ગાઈડલાઈન જાહેર

ઉત્તરાખંડ હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે ચારધામ યાત્રા તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરી દીધી છે.

દહેરાદૂનઃ ઉત્તરાખંડ હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે ચારધામ યાત્રા તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરી દીધી છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રાને રોકવા અંગે નવી ગાઈડલાઈન પર જાહેર કરી દીધી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામની યાત્રા પર રોક લગાવી દીધી છે. આ મામલે આગામી સુનાવણી સાત જુલાઈએ છે. ઉત્તરાખંડ સરકારે મોડી રાતે નિર્ણયને પાછો લઈને રાજ્યના હાઈકોર્ટના આદેશનુ પાલન કરીને હવે ચારધામ યાત્રા તાત્કાલિક પ્રભાવથી આવતા આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. એક જુલાઈથી શરૂ થતી પ્રસ્તાવિત યાત્રાને રદ કરી દેવામાં આવી છે. હાઈકોર્ટે ચારધામ મંદિરની લાઈવ સ્ટ્રીમિંગનો પણ આદેશ આપ્યો છે.

chardham

1 જુલાઈથી શરૂ થવાની હતી ચારધામ યાત્રા

રાજ્ય સરકારે પહેલાના આદેશ મુજબ કોવિડ-19 દિશાનિર્દેશો હેઠળ ચારધામ યાત્રાનો પહેલો તબક્કો 1 જુલાઈથી શરૂ કરવાનો હતો અને બીજો તબક્કો 11 જુલાઈથી શરૂ કરવાનો હતો. જો કે આના માટે રાજ્ય સરકારે કોવિડ નેગેટીવ રિપોર્ટ અનિવાર્ય કર્યો હતો. હાલમાં હાઈકોર્ટના આદેશ બાદ એક જુલાઈથી શરૂ થનાર ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે.

ઉત્તરાખંડ સરકાર હાઈકોર્ટમાં કરી હતી અરજી

ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટમાં સીમિત સંખ્યામાં તીર્થયાત્રીઓ સાથે ચાર ધામ યાત્રા કરાવવાની અનુમતિ માટે અરજી કરી હતી. સરકારે પોતાની અરજીમાં કહ્યુ હતુ કે અમે સીમિત સંખ્યામાં કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે ચારધામ યાત્રા કરાવવાની અનુમતિ માંગીએ છીએ. પરંતુ આ મામલે સુનાવણી કરીને હાઈકોર્ટે ચારધામ યાત્રા પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને કહ્યુ છે કે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે રાજ્યમાં ચારધામ યાત્રાને સ્થગિત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X