સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને લગાવી ફટકાર
નવી દિલ્હી, 25 જૂન : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના કેદારનાથ તથા ઉત્તરકાશીમાં પ્રાકૃતિક વિપદાના કારણે ફંસાયેલા લોકોને બચાવવા તથા રાહત કાર્યમાં રેઢિયાળ વલણ અપનાવવા બદલ કેન્દ્ર તથા ઉત્તરાખંડ સરકારની ઝાટકણી કાઢી છે.
અવકાશ કાલીન ન્યાયાધીશ એ. કે. પટનાયક તથા રાજન ગોગોઇની ખંડપીઠે સંબંધિત અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરીને જડપી કરે. આ અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને પોતાનો બચાવકામગીરી અંગેનો રિપોર્ટ સુપરત કરતા જણાવ્યું કે આવનારા 72 કલાકમાં ફસાયેલા બાકીના યાત્રાળુઓને સહીસલામત કાઢી લેવાશે.
સરકારે પોતાના સોગંધનામાં જણાવ્યું હતું કે ખરાબ હવામાન છતાં ફંસાયેલા લોકોને નીકાળવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં સેનાના ત્રણેય ભાગોના સૈનિકોને ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે. અત્રે 80 હજાર તીર્થયાત્રીઓ ફસાયા હતા. જેમાંથી સેનાએ અત્યારસુધી 70 હજાર લોકોને નીકાળ્યા છે.

વાદળ ફાટવાની આ ઘટના લગભગ સવારે સાડા છ વાગ્યે ઘટી જેના કારણે ત્રણ લોકો તણાઇ ગયા છે અને કેટલાંક મકાનોના ધ્વસ્ત થવાના સમાચાર પણ આવી રહ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
