ઉત્તરાખંડઃ ભૂખથી મરી રહ્યાં છે લોકો, અધિકારીઓ દ્વારા 'શાહી ભોજન'
દહેરાદૂન, 27 જૂનઃ ઉત્તરાખંડમાં કૂદરતી કહેરએ વિનાશ નોતર્યો છે. હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યાં છે, હજારોની સંખ્યામાં હજુ પણ લોકો ફસાયેલા છે. આફતમાં ફસાયેલા લોકો પાણીના એક ટીપાં માટે તરસી રહ્યાં છે. ખાવા માટે અન્નનો એક દાણો નથી. માટી, જંગલી ફળ અને ઘાસ ખાઇને લોકો જેમ-તેમ કરીને જીવી રહ્યાં છે, પરંતુ સરકારના સચિવાલયમાં બનેલા આફત ન્યૂનીકરણ અને પ્રબંધન કેન્દ્રના આફત રાહત અને સૂચના કેન્દ્રના કર્મચારીઓ 'શાહી ભોજન'નો લુત્ફ ઉઠાવી રહ્યાં છે. એસી રૂમોમાં બેસીને અધિકારી શહેરના નામી રેસ્ટોરાંમાં ઓર્ડર બુક કરી પોતાની મરજીનું ભોજન મંગાવી રહ્યાં છે.
આફત બાદ ઘાટી સહિત બીજા સ્થળોમાં ફસાયેલા લોકો પાણી માટે તરસી રહ્યાં છે. બીજી તરફ રાહત શિબિરોમાં દાળ-ભાતથી વધારે કંઇ નથી, પરંતુ તેનાથી અધિકારીઓને શું લેવા-દેવા, તેમને તો તેમની મરજી અનુસાર રહેવું છે.













Click it and Unblock the Notifications
