ઉત્તરાખંડ : કેદારનાથ મંદિરમાં થોડા દિવસોમાં પૂજા શરૂ કરાશે

કેદારનાથ મંદિરમાં પૂજા ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય શુક્રવારે યોજાયેલી મંદિર સમિતીના સભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અંગે સમિતીના ચેરમેન ગણેશ ગોડિયાલે જણાવ્યું કે જુલાઇ મહિનાના મધ્યમાં જ મંદિરમાં સંપૂર્ણ શાસ્ત્રોક નિયમો અને રીતરીવાજો અનુસાર પૂજા વિધિ શરૂ કરવામાં આવશે.
ગોડિયાલે એમ પણ જણાવ્યું કે હાલમાં કેદારનાથ મંદિરથી 50 કિલોમીટર દૂર આવેલા ઉખીમઠમાં, જ્યાં શિયાળામાં કેદારનાથ ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યાં રોજબરોજની પૂજા કરવામાં આવી રહી છે. કેદારનાથ મૂળ મંદિરના શુદ્ધિકરણનું કામ શરૂ થઇ ગયું છે. આવનારા થોડા દિવસોમાં પૂજા વિધિનો પણ આરંભ કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે કેદારનાથ મંદિર પાસે લાશોની ભરમાર લાગી હતી. આ કારણે મંદિર પરિસરને સાફ કરવાનું ખૂબ જરૂરી હતું. અમારા સેવક મંદિર અને તેની આસપાસના વિસ્તારને સાફ કરવામાં જોડાયેલા છે. જો કે વરસાદને કારણે સમગ્ર કાર્ય ધીમી ગતિથી ચાલી રહ્યું છે. આગામી સાત આઠ દિવસમાં મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું થઇ જશે.
બીજી તરફ ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઉત્તરાખંડ આફતમાં ગુમ થયેલા લોકો જો 15 જુલાઇ સુધીમાં મળશે નહીં તો તેમને મૃત સમજી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
