'400 બાળકો સાથે કોઇ ઘટના ઘટી તો બાબા વિરુધ્ધ કાર્યવાહી થશે'

દેહરાદૂન, 17 જુલાઇ: યોગગુરુ બાબા રામદેવની હઠના કારણે લગભગ 400 જેટલા બાળકો ઉત્તરાખંડના ગંગોત્રીમાં ફસાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારના ખરાબ હવામાનના એલર્ટ છતાં રામદેવ બાળકોની સાથે યમુનોત્રી માટે રવાના થઇ ગયા. સંપર્ક માર્ટ તૂટવાને કારણે બાબા રામદેવ અને બાળકો સહિત અસંખ્ય લોકો ગંગોત્રીમાં ફસાઇ ગયા છે. ખૂબ જ ખરાબ મૌસમના કારણે બુધવારે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા ત્રણ દિવસ માટે રોકી દીધી.

ઉત્તરખંડ તંત્રએ બાબા રામદેવની આ હરકત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ઉત્તરાખંડના ડીજીપી બીએસ સિદ્ધૂએ બાળકોના ગંગોત્રીમાં ફસાતા જણાવ્યું કે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે રાજ્યના હવામાન વિભાગ તરફથી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

આ એલર્ટને અવગણી બાબા રામદેવે 400 બાળકોની સાથે ગંગોત્રી ચાલ્યા ગયા. સિદ્ધૂએ કહ્યું કે જો બાળકોની સાથે કોઇ અપ્રિય ઘટના ઘટી, તો રામદેવની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદે ગયા વર્ષે આવેલી પ્રાકૃતિક આપદાની યાદો તાજા કરી દીધી છે. તમામ પ્રમુખ નદિઓ બંને કાઠે વહી રહી છે અને હાઇવે ઘણી જગ્યાએથી તૂટી ગયા છે. ઉત્તરકાશીથી યુમુનોત્રી તરફ આવનારા માર્ગ પર ઘણી જગ્યાએ કાદવ-કિચડ આવી ગયું છે. ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઇવે અને કેદારનાથને ગૌરીકુંડથી જોડનાર તમામ રસ્તાઓ ઘણી જગ્યાએથી તૂટી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X