For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઉત્તરાખંડ સરકારે પણ ઘટાડ્યા ટ્રાફિક દંડ, 50 ટકા સુધીની આપી છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હીક એક્ટ વિશે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી વિરોધ શરૂ થઈ ગયો. ગુજરાત બાદ હવે આ એક્ટમાં ઉત્તરાખંડ સરકારે આંશિક સુધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ વિશે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી વિરોધ શરૂ થઈ ગયો. ગુજરાત બાદ હવે આ એક્ટમાં ઉત્તરાખંડ સરકારે આંશિક સુધારો કર્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટના અમુક નિયમોની દંડ રકમમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ તરફ કર્ણાટકના સીએમ કાર્યાલયે પણ કહ્યુ છે કે તે પણ ગુજરાતના રસ્તે ચાલવાની યોજના બનાવી રહ્યા છે. વળી, મહારાષ્ટ્રની ભાજપ સરકારે કેન્દ્રના નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યુ છે.

trivendrasingh rawat

ઉત્તરાખંડ સરકારે નવા નિયમોમાં ફેરફાર કરીને લાયસન્સ વિનાના વાહન ચલાવવાની છૂટ આપીને આ રકમને 2500 કરી દીધી. કેન્દ્ર સરકારે લાયસન્સ વિના ગાડી ચલાવવા પર 500 રૂપિયાના દંડને વધારીને 5000 કરી દીધો હતો. આ ઉપરાંત લાયન્સ પૂરુ થઈ ગયા બાદ પણ વાહન ચલાવતા જોવા મળવા પર રાજ્યમાં 10,000ની જગ્યાએ 5,000 રૂપિયાનો મેમો ફાડવામાં આવશે. વળી, મોબાઈલ પર વાત કરતા જોવા કરતા કરતા વાહન ચલાવવા પર પહેલી વાર 1000 રૂપિયા અને બીજી વાર 5,000 રૂપિયાનો મેમો ફાડવામાં આવશે.

ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ સંબંધિત માનાંકોના ઉલ્લંલઘન કરવા પર કેન્દ્રએ 10,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો જેને રાજ્ય સરકારે પ્રથમ ગુના માટે 2,500 રૂપિયા અને ત્યારબાદ માટે 5,000 રૂપિયા કરી દીધો છે. ભારે વાહનોમાં ક્ષમતાથી વધુ લઈ જવા પર કેન્દ્રએ 20,000 રૂપિયાનો દંડ રાખ્યો હતો. જેને રાજ્યએ હળવા વાહન માટે 2,000 રૂપિયા, મધ્યમ તેમજ ભારે વાહનો માટે 5,000 રૂપિયા કરી દીધો છે.

ગાડીમાં બાળકોને સીટ બેલ્ટ ન લગાવવા પર કેન્દ્રએ 1,000 રૂપિયાનો દંડ રાખ્યો છે જેને રાજ્યએ 200 રૂપિયા કરી દીધો છે. ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા પર કેન્દ્રએ 10,000 રૂપિયાનો દંડ રાખ્યો છે જેને ઉત્તરાખંડે ઘટાડીને 5000 કરી દીધો છે. લાયસન્સ વિનાની ગાડી ચલાવવા પર કેન્દ્રએ પ્રથમ ગુના માટે 2,000 અને ત્યારબાદ માટે 4,000 દંડ લગાવશે. વળી, ટુ વ્હીલર અને ત્રણ પૈડાના વાહનો માટે પહેલા ગુના પર 1,000 અને બાદમાં 2,000 દંડ રાખવામાં આવ્યો છે. આ પ્રકારે ચાર પૈડાના વાહનો માટે 2,000 અને 4,000 રૂપિયાકરી દીધા છે.

આ પણ વાંચોઃ Motor Vehicle Act: ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ દંડ ઘટી શકેઆ પણ વાંચોઃ Motor Vehicle Act: ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ દંડ ઘટી શકે

English summary
Uttarakhand reduces traffic fines Up to 50 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X