For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ કરૂણાંતિકા ભોપાલ ગેસ કાંડ કરતાં મોટી છે: શિવરાજ સિંહ ચૌહાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 1 જૂલાઇ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તરાખંડની ત્રાસદીને ભોપાલ ગેસ કાંડ કરતાં મોટી કરૂણાંતિકાને ગણાવી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા 167 યાત્રાળુઓને સાથે લઇને વિશેષ વિમાનથી સોમવારે ભોપાલ પહોંચેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંવાદદાતાઓ સાથે ચર્ચા કરતાં કહ્યું હતું કે તેમને પોતાના જીવનમાં આવી ત્રાસદી જોઇ નથી. ત્યાંથી લાશો મળી રહી છે, ગુમ વ્યક્તિની જાણ થતી નથી, આ ત્રાસદી ભોપાલ કરતાં મોટી છે.

તેમને કહ્યું હતું કે ભોપાલમાં થયેલા અકસ્માતમાં તો મૃતકોની ખબર પડી ગઇ હતી, લાશો મળી ગઇ હતી, બિમાર હાલાતમાં લોકો હોસ્પિટલમાં હતા અને ગુમ લોકો બીજા દિવસે ઘરે પરત ફર્યા હતા, પરંતુ ઉત્તરાખંડમાં આવેલી આપત્તિ પોતાની સાથે કેટલા લોકોને પોતાની સાથે લઇ ગઇ છે તેની ખબર નથી.

એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતુંક એ રાજ્યના લગભગ 743 યાત્રાળુ ગુમ હોવાની આશંકા છે, આ સંખ્યામાં વધારો થઇ શકે છે. તેમાંથી 593 યાત્રાળુઓના ફોટા તથા યાદી તૈયાર કરવામાં આવી છે, ફોટાની સીડી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સોંપવામાં આવી છે.

shivraj-singh-chauhan

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેમને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આગ્રહ કર્યો છે કે ગુમ યાત્રાળુઓ માટે શોધખોળ અભિયાન ચાલુ રહેવું જોઇએ, કારણ કે સંભાવના છે કે હજુ સુધી એવા લોકો મળી શકે છે, જે પહાડો કે અન્ય સ્થળોએ ફસાયેલા હોય.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે રાજ્યના ગુમ વ્યક્તિના પરિવારજનોને 50 હજારની મદદ કરવામાં આવશે અને જો સાત દિવસ સુધી તેમનો પત્તો નહી લાગે તો તેમના પરિવારજનોને બે લાખ રૂપિયાની મદદ પુરી પાડવામાં આવશે. આ સાથે જે બાળકો અનાથ થયા છે તેમને પાંચ લાખની રાહત આપવામાં આવશે.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલાય લોકો એવા છે કે જેમના પરિવારજનોનો કોઇ પત્તો મળી રહ્યો નથી, તે લોકો પરત આવવા માટે તૈયાર નથી, તે પોતાનાઓની શોધ કરવા માંગે છે, જો કે સરકારે નિર્ણય લીધો છે કે ગુમ વ્યક્તિઓની શોધ માટે એક વિશેષ ટુકડી ઉત્તરાખંડ મોકલવી જોઇએ, આ ઉપરાંત રાજ્યના રાહત શિબિર ચાલતા રહશે અને રાજ્યના અધિકારી ત્યાં રહેશે.

English summary
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan on Monday demanded that the Uttarakhand calamity be declared as a "national tragedy" and Uttarakhand tragedy much bigger than the Bhopal gas tragedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X