For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપે પાર્ટીના 90 પદાધિકારીઓની હકાલપટ્ટી કરી

ઉત્તરાખંડમાં પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપે પાર્ટીના 90 પદાધિકારીઓની હકાલપટ્ટી કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ એકમે પોતાના 90 સભ્યોને પાર્ટીથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ આ તમામ શખ્સોને હટાવવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલ પંચાયતની ચૂંટણી પહેલા પાર્ટીએ આ મોટી કાર્યવાહી કરી છે. પંચાયત ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન છે. આ નેતાઓએ પાર્ટીના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ નામાંકન દાખલ કર્યું છે.

bjp

ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ ભાજપે જાહેરાતમાં જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટે જિલ્લા સ્તર પર રચાયેલ સમિતિઓથી પ્રાપ્ત રિપોર્ટના આધારે પાર્ટી સમર્થિત ઉમેદવારો વિરુદ્ધ નામાંકન ભરવા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં પ્રથમ નજરે સંડોવણી હોવાના કારણે 90 પદાધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 5, 11 અને 16 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં પંચાયતી ચૂંટણી થશે. રાજ્ય ચૂંટણી પંચ મુજબ 21 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ ઘોષિત થશે. બાગી નેતાઓએ કેટલીય સીટો પર સમીકરણ બગાડી નાખ્યાં છે. હકાલપટ્ટી કરાયેલ નેતાઓમાં 9 નૈનીતાલ, 4 પિથોરાગઢ, 12 અલ્મોડા, 6 બાગેશ્વર, 14 ટિહરી, 4 પૌડી, 2 ઉત્તરકાશી, 2 દેહરાદૂન, 5 ચંપાવત, 18 ઉધમ સિંહ નગર અને 13 ચમોલીથી છે.

અયોધ્યા વિવાદઃ સુનાવણી પૂરી કરવા સુપ્રીમ કોર્ટે નવી ડેડલાઈન નક્કી કરીઅયોધ્યા વિવાદઃ સુનાવણી પૂરી કરવા સુપ્રીમ કોર્ટે નવી ડેડલાઈન નક્કી કરી

English summary
Utttarakhand bjp expelled 90 members for anty party activity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X