વારાણસી-વડોદરા વચ્ચે શરૂ થનારી ટ્રેન, મોદી માટે છે ખાસ કેમ?

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના વારાણસી પ્રવાસ પર છે. જ્યાં તેમણે વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા ત્રીજી મહામાના એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. ટ્રેન નંબર 20903 વડોદરાથી વારાણસી વચ્ચે ચાલનારી સાપ્તાહિક ગાડી છે. જે બુધવારે 7:40 વડોદરાથી નીકળશે અને બીજા દિવસે સવારે 10:30 વારાણસી પહોંચશે. માનવામાં આવે છે કે પીએમ મોદી માટે આ ટ્રેન ખાસ મહત્વ ધરાવે છે. પીએમ મોદીની યોજના મેક ઇન ઇન્ડિયાના મહત્વના પ્રોજેક્ટમાંથી એક છે મહામાના એક્સપ્રેસ. ત્યારે વારાણસીથી પીએમ મોદી અને ગુજરાતમાં વડોદરાથી રેલ પ્રધાન પીયૂષ ગોયલ અને ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ ટ્રેનના કાર્યક્રમમાં વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા હાજરી આપી હતી.

varanasi

કેમ છે આ ટ્રેન ખાસ?

પીએમ મોદીએ 2014માં લોકસભાની ચૂંટણી વખતે વડોદરા અને વારાણસી બન્ને જગ્યાએથી ચૂંટણી પત્ર ભર્યું હતું. અને બન્ને જગ્યાએથી તે જીતી પણ આવ્યા હતા. તે પછી તેમણે વડોદરાની સીટ ખાલી કરીને વારાણસીની સીટથી પોતાની ઉમેદવારી ભરી હતી. નોંધનીય છે કે લોકસભામાં પોતાની જીત પછી પીએમ મોદી જ્યારે વડોદરા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે વડોદરાએ મને 5 લાખ વોટથી જીતાડ્યો છે. તેની પર મારો પહેલો અધિકાર છે. અને હું કદી વડોદરાનો આ પ્રેમ નહીં ભૂલું. અને હું આ શહેરને નવી ઊંચાઇઓ પર લઇ જઇશ.

શું છે ખાસ સુવિધાઓ

આ 18 કોચની મહાનામા ટ્રેનમાં 1 એસી પ્રથમ શ્રેણી, 2 એસી બીજી શ્રેણી, 8 સ્લીપર, 4 સામાન્ય અને 1 પેન્ટ્રી કાર સાથે 2 ગાર્ડ બ્રેક વેન છે. વારાણસીથી વડોદરા વચ્ચે આ ટ્રેન ચેઓકી, સતના, કટની, જબલપુર, ઇટારસી, ભુસાવલ, અમલનેર અને સુરત સ્ટેશન પર રોકાશે. વધુમાં મહાનામામાં મોડ્યૂર પેનલ, અપર બર્થ ચઢવા માટે ખાસ પગથિયા અને મોર્ડન ટોયલેટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ત્યારે ગુજરાતથી વારાણસીમાં અનેક ધાર્મિક યાત્રાઓ કરતા યાત્રીઓને આ ટ્રેનથી લાભ જરૂરથી મળશે.

English summary
vadodra varanasi mahanama express would have special place in pm modis heart.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.