માતાના ભક્તો માટે ખુશખબરી, વૈષ્ણોદેવી યાત્રા માટે કાલથી ઑનલાઈન રજિસ્ટ્રેશન શરૂ
માતાના ભક્તો માટે ખુશખબરી છે કારણકે સરકારે હવે વૈષ્ણોદેવી યાત્રા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને હેલીકૉપ્ટરની મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ માતાના ભક્તો માટે ખુશખબરી છે કારણકે સરકારે હવે વૈષ્ણોદેવી યાત્રા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન અને હેલીકૉપ્ટરની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદથી હવે બુકિંગ બુધવારથી શરૂ થઈ જશે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડેના સીઈઓ રમેશન કુમાર જાંગિડે આ વિશે પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે 16 ઓગસ્ટથી મા વૈષ્ણોદેવીની યાત્રા ફરીથી ચાલુ કરી દીધી છે. કોરોના સંકટના કારણે સરકારે 18 માર્ચથી આ યાત્રા પર રોક લગાવી દીધી હતી.

ઑનલાઈન રજિસ્ટ્રેશન વિશે માહિતી આપતા જાંગિડે કહ્યુ કે વૈષ્ણોદેવી ઑનલાઈન રજિસ્ટ્રેશન અને હેલીકૉપ્ટર બુકિંગ 26 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી છે. આ દરમિયાન યાત્રા કરનાર હેલીકૉપ્ટર અને ઑનલાઈન બુકિંગ દ્વારા માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકે છે. તમને જણાવી દઈએ કે યાત્રા કરનાર બધા ભક્તોએ અમુક ખાસ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. વાસ્તવમાં સરકારે એક દિવસમાં માત્ર 2 હજાર લોકોને જ દર્શન કરવાની મંજૂરી છે. યાત્રામાં શામેલ થવા માટે રજિસ્ટ્રેશન ઑનલાઈન જ કરવામાં આવશે. બીજા રાજ્યો અને જમ્મુ-કાશ્મીરના રેડ ઝોન જિલ્લાઓના લોકોનો કોરોના નેગેટીવ રિપોર્ટ પણ સાથે રાખવો પડશે. આની તપાસ ભવન જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બાણગંગા, કટરામાં કરવામાં આવશે.
તીર્થયાત્રીઓ માટે માસ્ક, ફેસ કવાર પહેરવુ અનિવાર્ય છે અને બધાની સ્ક્રીનિંગ થશે અને બેટરી વાહન, યાત્રી રોપવે અને હેલીકૉપ્ટર સેવાઓમાં સોશિયલ ડિસ્ટંસીંગને ફૉલો કરવાના રહેશે. માત્ર 500 શ્રદ્ધાળુઓ જ મંદિરમાં શકે છે. ઉલ્લેખનીય છે કે મંદિરને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યુ છે જેથી આવનારા શ્રદ્ધાળુ માતા વૈષ્ણોદેવીના સુરક્ષિત દર્શન કરી શકે. માત્ર 500 શ્રદ્ધાળુ જ મંદિરમાં આવી શકે છે. મંદિર પ્રશાસનના શ્રદ્ધાળુઓ માટે ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
