For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈષ્ણોદેવી જનાર યાત્રીઓને મફતમાં 5 લાખનું વીમા કવર મળશે

વૈષ્ણોદેવી જનાર યાત્રીઓને હવે મફતમાં 5 લાખનું દુર્ઘટના વીમા કવર આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

વૈષ્ણોદેવી જનાર યાત્રીઓને હવે મફતમાં 5 લાખનું દુર્ઘટના વીમા કવર આપવામાં આવશે. જમ્મુ કાશ્મીર રાજ્યપાલ અને માતા વૈષ્ણોદેવી બોર્ડ અધ્યક્ષ સત્યપાલ મલિકની અધ્યક્ષતામાં બોર્ડની 63મી મિટિંગમાં તેની મંજૂરી આપવામાં આવી. હવે વૈષ્ણોદેવી જનાર યાત્રીઓને 5 લાખનું મફત દુર્ઘટના વીમા કવર અને ઘાયલોનો મફતમાં ઉપચાર કરવામાં આવશે.

vaishno devi

માતા વૈષ્ણોદેવી બોર્ડ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મફત દુર્ઘટના વીમા કવરની રકમ વધારી દેવામાં આવી છે. પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રતિ વ્યક્તિ આ વીમા રકમ 3 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. આ વીમો 5 વર્ષ અથવા તેના કરતા વધારે ઉંમરના લોકો માટે છે. જયારે 5 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વીમા કવર 1 લાખથી વધારીને 3 લાખ કરી દેવામાં આવ્યું છે. પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બોર્ડએ ભવન અને ભૈરવ ઘાટી વચ્ચે આવનાર રોપવે સેવાનો ઉપયોગ કરનાર લોકો માટે વધારે 5 લાખ રૂપિયાનું લાઈફ ઇન્સુરંસ આપવાને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: તમે જાણો છો, નરેન્દ્ર મોદીને કયા ધાર્મિક સ્થળો પસંદ છે?

એકવાર યાત્રા પર્ચી લીધી પછી દરેક તીર્થયાત્રી માટે 5 લાખ રૂપિયાના વીમા કવર સાથે તેને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવકતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વીમા માટે પ્રીમિયમ બોર્ડ ઘ્વારા ઉઠાવવામાં આવશે. બોર્ડએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોતાની સામાજિક સહાયતા પહેલ હેઠળ પબ્લિક ટ્રામ પીડિતોના ઉપચાર માટે મેડિકલ સપોર્ટ પોલિસીને પણ મંજૂરી આપી છે.

English summary
Vaishno Devi Pilgrims To Get Rs 5 Lakh Of Accident Insurance Cover For Free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X