તમે જાણો છો, નરેન્દ્ર મોદીને કયા ધાર્મિક સ્થળો પસંદ છે ?

Written By:
Subscribe to Oneindia News

ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેની જો કોઈ વિશેષતા તમને બોલવાની કહેવામાં આવે તો તમે શું કહેશુ? વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે. તેઓ કોઈ રજા નથી પાડતા, તેઓની ગણના દુનિયામાં તાકતવર વડા પ્રધાનમાં થાય છે. કદાચ આટલુ તો ચોક્કસ કહેશો. પરંતુ જેટલા વડા પ્રધાનના કામોની લોકોને જાણ છે. તેટલી જ જાણ વડાપ્રધાન મોદીની ધાર્મિકતા વિશે છે. એ પછી નવરાત્રીમાં કરતા ઉપવાસ હોય કે પછી માં અંબાની પૂજા, લોકો વડાપ્રધાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને તેમની નિયમિત પુજા અર્ચનાથી પણ પ્રભાવિત છે. હાલ આપણા વડાપ્રધાન અડધી દુનિયા ફરી ચૂક્યા છે, પરંતુ જ્યારે ભગવાનની ભક્તિ કે આસ્થાની વાત કરવામાં આવે ત્યારે નરેન્દ્ર મોદી કેટલીક ખાસ જગ્યાએ જવાનુ વધુ પસંદ કરે છે. તો આજે અમે તેમને વડાપ્રધાનના કેટલાક પસંદી ધાર્મિક સ્થળોની વાત કરીશુ. જે નરેન્દ્ર મોદીને અત્યંત પ્રિય છે.

ભગવાન શંકરની નગરી કાશી

ભગવાન શંકરની નગરી કાશી

લોકસભા ચૂંટણી વખતે પહેલીવાર નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડયા હતા અને ચૂંટણીમાં જીતી પણ મેળવી હતી. મોદી જ્યારે પણ બનારસ જાય છે, ત્યારે તે કાશી વિશ્વનાથની પૂજા કરવાનુ ચૂક્યા નથી. સુત્રોનુ માનીએ તો નરેન્દ્ર મોદીને ભગવાન શંકર પર અતૂટ વિશ્વાસ છે. PC: wikimedia.org

કૈલાશ પર્વત

કૈલાશ પર્વત

તમે નરેન્દ્ર મોદીના જીવન વિશે જાણતા હશો તો તેને ખબર હશે કે તેમને બાળપણથી જ કૈલાશ પર્વત વિશે જાણવાની, ત્યાં જવાની ખુબ ઈચ્છા હતી. એક સમયે જ્યારે તેમને જીવનનો કોઈ મોહ રહ્યો ન હતો, ત્યારે તેઓ કૈલાશ પર્વત જવા નિકળી ગયા હતા. આજે પણ તેમને કૈલાશ પર્વત એટલો જ પ્રિય છે.

માં વૈષ્ણોદેવી

માં વૈષ્ણોદેવી

જમ્મુ-કશ્મીરના પહાડોની વચ્ચે આવેલા માં વૈષ્ણો દેવીની યાત્રા નરેન્દ્ર મોદીએ તેમના જીવનકાળ દરમિયાન અનેક વખત છે. તેમણે જેટલી શ્રદ્ધા માં અંબા પર છે, તેવી જ શ્રદ્ધા માં વૈષ્ણો દેવી પર પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે વૈષ્ણો દેવીની યાત્રા કેટલી કઠિન છે. આથી જ મોદી જ્યારે વડા પ્રધાન બન્યા બાદ તેમણે વૈષ્ણો દેવીની યાત્રાને સરળ બનાવવા માટેના અનેક કામો કર્યા, જેમ કે કટરા સુધીની રેલ્વે સેવા. જેથી શ્રદ્ધાળુઓને યાત્રામાં કોઈ મુશ્કેલી ન પડે. PC:Mattes

રામેશ્વરમ ધામ

રામેશ્વરમ ધામ

ભારતના મુખ્ય ચાર ધામોમાં જેનો સમાવેશ થાય છે, એ રામેશ્વર ભગવાન રામને સમર્પિત છે. શ્રીરામ ભગવાન હતા તેવી જ રીતે તે એક તટસ્થ રાજા પણ હતા. રાજા રામના અનેક ગુણો નરેન્દ્ર મોદીને ગમે છે આથી જ તેમણે પોતાના જીવનમાં રાજા રામના અનેક ગુણો ને અપનાવ્યા છે.PC:Amlantapan1

સોમનાથનું મંદિર

સોમનાથનું મંદિર

ભગવાન શંકર પ્રત્યે આપણા વડાપ્રધાનને અતૂટ શ્રદ્ધા છે. ભોળાનાથનુ નામ આવે અને ગુજરાતનું સોમનાથ યાદ ન આવે એવું થોડુ બને ? નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે અનેક વખત સોમનાથની મુલાકાત લીધી હતી. એટલુ જ નહી તેમણે સોમનાથના વિકાસમાં કોઈ કચાશ રાખી નથી. PC:Somnath temple

કેદારનાથ મંદિર

કેદારનાથ મંદિર

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી વર્ષ 2017માં ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા હતા, ત્યારે તેઓ ભગવાન શંકરના દર્શન કરવા પહોચ્યા હતા અને તેમણે કેદારનાથ ભગવાનની વિધિવત પૂજા કરી હતી.

અંબાજી

અંબાજી

ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલુ માં અંબાનું સ્થાનક એટલે અંબાજી. ભગવાન શંકર પર નરેન્દ્ર મોદીને જેટલી શ્રદ્ધા છે, તેટલો જ વિશ્વાસ તેમને માં અંબા પર પણ છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અંબાજીમાં શક્તિપીઠની સ્થાપના કરી હતી અને અંબાજીના વિકાસમાં પણ તેમનો મોટો ફાળો છે.

English summary
PM Narendra modi favorite religious places in India

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.