વૈષ્ણોદેવી પર આતંકી હુમલાની શક્યતા, IB અલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના સાંબામાં આતંકી હુમલા પછી આઇબીએ એલર્ટ જાહેર કરી જાણાવ્યું છે કે વિશ્વવિખ્યાત વૈષ્ણોદેવીનું મંદિર પણ આતંકીઓના નિશાના પર છે. આઇબીના આ એલર્ટ પછી મંદીરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને લોકોની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

વધુમાં વૈષ્ણોદેવી મંદિરમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આતંકીઓએ હાલમાં જ કઠુઆ અને સાંબા વિસ્તારોમાં આતંકી હુમલો કર્યો હતો.
જે જોતા આઇબીએ આશંકા વ્યક્ત કરી છે કે વૈષ્ણવદેવીના મંદિર પર પણ આવું જ કંઇક થઇ શકે છે. નોંધનીય છે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા અહીં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. જેમની સુરક્ષાને જોતા અહીં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
