Vaishno Devi Result: વૈષ્ણો દેવી સીટ પર ભાજપના ઉમેદવારની સ્થિતિ અયોધ્યા જેવી તો નહીં થાય ને!
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીના પરિણામોએ સૌકોઈને ચોંકાવી દીધાં હતાં. કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી પરંતુ ઉત્તર પ્રદેશની અનેક સીટ ગુમાવીને. જ્યાં સૌને આશા હતી તેવી અયોધ્યા સીટ પણ ભાજપ હારી ગયું હતું. હવે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યાં છે ત્યારે ચર્ચા જાગી છે કે અયોધ્યા જેવું વૈષ્ણો દેવીમાં તો નહીં થાય!

એવામાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે લોકસભા ચૂંટણીમાં અયોધ્યા સીટની જેમ જ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં શ્રી માતા વૈષ્ણો દેવી વિધાનસભા સીટ પણ ભાજપ હારી શકે છે. જો કે શરૂઆતી વલણોમાં ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શ્મા શ્રી માતા વૈષ્ણો દેવી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ભૂપિંદર સિંહ અને પીડીપીના પ્રતાપ કૃષ્ણ શર્માથી આગળ ચાલી રહ્યા છે.
સવારે 11 વાગ્યા સુધીના પરિણામ મુજબ ભાજપના બળદેવ રાજ શર્મા (Baldev Raj Sharma) શ્રી માતા વૈષ્ણો દેવી વિધાનસભા સીટ (Shri Mata Vaishno Devi Seat) પરથી 4393 મતે આગળ ચાલી રહ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર જુગલ કિશોર (Jugal Kishor) 2823 મતે બીજા નંબર પર છે. કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ અને પીડીપીના પ્રતાપ કૃષ્ણ શર્મા રેસમાં સૌથી પાછળ છે.
ઉલ્લેખનીય છે કે શ્રી માતા વૈષ્ણો દેવી 90 વિધાનસભા ક્ષેત્રોમાંથી એક છે જે જમ્મુ સંસદીય ક્ષેત્રનો ભાગ છે અને જમ્મુ--કાશ્મીર રાજ્યના રિયાસી જિલ્લામાં આવેલ છે. ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા પછી કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં એક દશકામાં આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે.












Click it and Unblock the Notifications
