For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત મિશનઃ 16 મેથી શરૂ થશે બીજો તબક્કો, 31 દેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસથી આખી દુનિયા પરેશાન છે. કોરોનાના સંક્રમણને રોકવામાં અમેરિકા, જાપાન, રશિયા જેવા મોટા દેશ નિષ્ફળ થયા અને પોતાની સીમાઓ સીલ કરી લૉકડાઉન કરી રાખ્યું છે. જેના કારણે કેટલાય ભારતીયો વિવિધ દેશોમાં ફસાઈ ગયા છે. જેને કાઢવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન લૉન્ચ કર્યું હતું. મિશનના પહેલા તબક્કા અંતર્ગત 14 હજાર લોકોને કાઢવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જ્યારે 16 મેથી સરકારે આ મિશનનો બીજો તબક્કો શરૂ કરવાનો ફેસલો લીધો છે.

air india

વિદેશ મંત્રાલયના અધિકારીઓ મુજબ વંદે ભારત મિશનનો બીજો તબક્કો 16-22 મે સુધી ચાલશે. આ દરમિયાન 31 દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે 149 વિમાનોનું સંચાલન કરવામાં આવશે. આ તબક્કામાં કેરળમાં 31, દિલ્હીમાં 22, કર્ણાટકમાં 17, તેલંગાણામાં 16, ગુજરાતમાં 14, રાજસ્થાનમાં 12, આંધ્ર પ્રદેશમાં 9, પંજાબમાં 7, બિહાર અને ઉત્તર પ્રદેશમાં 6-6 ઉડાણની લેન્ડિંગ થશે. જ્યારે ઓરિસ્સામાં ત્રણ, ચંદીગઢમાં બે અને જમ્મુ-કાશ્મીર, જયપુર, મુંબઈ અને મધ્ય પ્રદેશમાં એક-એક વિમાનના લેન્ડિંગનો પ્લાન છે.

USA માટે સાત ફ્લાઈટ

જ્યારે USAમાં ફસાયેલા લોકોને કાઢવા માટે એર ઈન્ડિયા 19 મેથી સાત વિમાનોનું સંચાલન કરશે. આ ઉડાણ સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, શિકાગો અને ન્યૂયોર્કમાં સંચાલિત થશે. પહેલા તબક્કાની જેમ જ દેશના વિવિધ ભાગમાં આ વિમાનોનું લેન્ડિંગ થશે. જે અંતર્ગત 1200 ભારતીયોને એરલિફ્ટ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સાત મે 2020થી શરૂ થયેલ પહેલા તબક્કા અંતર્ગત મંગળવાર સુધી 31 ઉડાણ માટે 6037 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

સ્પેનમાં 113 વર્ષની મહિલાએ કોરોનાને આ રીતે હરાવી જીતી જિંદગીની જંગસ્પેનમાં 113 વર્ષની મહિલાએ કોરોનાને આ રીતે હરાવી જીતી જિંદગીની જંગ

English summary
Vande Bharat Mission phase two will start from 16 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X