અરે બાપરે! વડાપ્રધાન પદ માટે મોદી વિરુધ્ધ 77 ઉમેદવારો

લખનઉ, 28 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરી દીધું છે. મોદીએ જો વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા તો તેઓ પહેલા વડાપ્રધાન હશે, જેમણે ચૂંટણી દોડમાં 77 ઉમેદવારોનો સામનો કર્યો હોય. મોદીની વિરુધ્ધ 77 ઉમેદવારોને રાજનૈતિક સમીક્ષક વિરોધીઓ દ્વારા તેમની વિરુદ્ધ ફેંકવામાં આવેલા અંતિમ પાસાંના રૂપમાં જોઇ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે, અને બીજી બેઠક છે ગુજરાતની વડોદરા જેમાં તેમની સામે કૂલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે, આ હિસાબે જોવા જઇએ તો પીએમની ખુરશી સુધી પહોંચવા માટે બંને બેઠકોના મળીને કૂલ 84 ઉમેદવારો સામે એકલો ગુજરાતનો ભડવીર ઊભો છે.

રાજનૈતિક વિશ્લેષકો અને મદનમોહન માલવીય પત્રકારત્વ સંસ્થાના નિર્દેશક પ્રો. ઓમપ્રકાશ સિંહે કહે છે કે ચૂંટણીના છેલ્લા તબક્કામાં વિરોધી દળોએ મોદીને ઘેરવાનો આ છેલ્લો નિર્ણય કર્યો છે. ભાજપ અને મોદી દ્વારા એકત્ર કરવામાં આવેલા એક-એક વોટને વિખેરવાની કવાયત કરવામાં આવી રહી છે અથવા એમ કહો કે આ વિરોધીઓના છદ્મયુદ્ધનું એક રૂપ છે.

ઉમેદવારીમાં વિભિન્ન પ્રદેશના લોકોએ મોદીનું સ્વાગત પોતાની પારંપરિક વેશભૂષામાં કર્યું. ભાજપની રણનીતિ અનુસાર મોદીએ પણ તેમનું અભિવાદન તેમની ભાષામાં કર્યું, પરંતુ હવે વિરોધી દળ ભાજપની તૈયારી હિસાબે જ તેને જવાબ આપવામાં લાગ્યા છે. હરિયાણાના સંજય વશિષ્ઠ બ્રહ્મચારી, મધ્ય પ્રદેશના મહેન્દ્રભાઇ દીક્ષિત, પટણાના હાજિજ મેરાજ ખાલિદ નૂર, કેરળના ઇસાઇ સમુદાય સાથે જોડાયેલા જોન્સન થોમસ, ઝારખંડના પ્રકાશ પ્રતાપ, રાજસ્થાનના નરેન્દ્ર શર્મા, કોલકાતાના શિવહરિ અગ્રવાલ જેવા લોકો વારાણસીની ચૂંટણી સમરમાં ઉમેદવારીના રૂપમાં સામે આવ્યા છે.

એ જ કારણ છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉમેદવાર ખુદને બનારસના મતદાતાઓ સાથે સાંકળશે. મોદીના પ્રભાવને ઓછો કરવાની કોશીશ કરશે. રાજનૈતિક વિશ્લેષક પ્રો. રજનીશ શુક્લ અને પ્રો. કૌશલ કિશોર કહે છે, 'વારાણસીમાં હરિયાણા, બંગાળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને અન્ય પ્રદેશોના લોકો પણ રહે છે. ભાજપ આ મતદાતાઓને લુભાવવાની કોશીશ કરી રહી છે પરંતુ રાજનૈતિક વિરોધીઓ તેને વહેંચવાની કોશીશમાં લાગ્યા છે.'

અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ

અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ

ઇ.સ. 1951માં જવાહરલાલ નેહરુ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 6 ઉમેદવારો ઊભા હતા.

ફુલપુર-ઉત્તરપ્રદેશ

ફુલપુર-ઉત્તરપ્રદેશ

ઇ.સ. 1957માં જવાહરલાલ નેહરુ ઉત્તરપ્રદેશના ફુલપુરમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 7 ઉમેદવારો ઊભા હતા.

ફુલપુર-ઉત્તરપ્રદેશ

ફુલપુર-ઉત્તરપ્રદેશ

ઇ.સ. 1962માં જવાહરલાલ નેહરુ ઉત્તરપ્રદેશના ફુલપુરમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 4 ઉમેદવારો ઊભા હતા.

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

ઇ.સ. 1962માં જવાહરલાલ નેહરુ ઉત્તરપ્રદેશના રાયબરેલીથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 7 ઉમેદવારો ઊભા હતા.

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

ઇ.સ. 1971માં ઇંદિરા ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલીથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 3 ઉમેદવારો ઊભા હતા.

સુરત, ગુજરાત

સુરત, ગુજરાત

ઇ.સ. 1977માં મોરારજી દેસાઇ ગુજરાતની સુરત બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 3 ઉમેદવારો ઊભા હતા.

મેડક (આંધ્ર પ્રદેશ), રાયબરેલી(યુપી)

મેડક (આંધ્ર પ્રદેશ), રાયબરેલી(યુપી)

ઇ.સ. 1980માં ઇંદિરા ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં તેમની સામે 16 ઉમેદવારો ઉભા હતા જ્યારે આંધ્ર પ્રદેશના મેડકમાં તેમની સામે 9 ઉમેદવારો ઉભા હતા.

અમેઠી- ઉત્તર પ્રદેશ

અમેઠી- ઉત્તર પ્રદેશ

ઇ.સ. 1984-85માં રાજીવ ગાંધી ઉત્તરપ્રદેશના અમેઠીથી ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે 11 ઉમેદવારો ઊભા હતા.

વિશ્વનાથ પ્રતાપ સિંહ

વિશ્વનાથ પ્રતાપ સિંહ

વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા હતા. તેમને ચૂંટણીમાં 17 ઉમેદવારોની સામે જ મુકાબલો કરવો પડ્યો હતો.

ચંદ્રશેખર સિંહ

ચંદ્રશેખર સિંહ

તે સમયે મંડળ કમિશનની આંધી ચાલી રહી હતી, પરંતુ સરકાર કાર્યકાળ પૂરું કરી શકી નહીં અને ચંદ્રશેખર સિંહે આગળ વડાપ્રધાનની ખુરશી સંભાળી લીધી. ચંદ્રશેખરની વિરુધ્ધ બલિયા બેઠકથી 13 ઉમેદવારોએ પડકાર ફેંક્યો હતો.

પીવી નરસિમ્હા રાવ

પીવી નરસિમ્હા રાવ

વર્ષ 1991માં પીવી નરસિમ્હા રાવ પણ માત્ર 13 ઉમેદવાર સાથે સંઘર્ષ કરતા સાત રેસ કોર્સ રોડ પહોંચ્યા હતા.

અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી

વર્ષ 1996માં લખનઉ બેઠક પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને 58 ઉમેદવારો, વર્ષ 1998માં 13 અને વર્ષ 1999ની ચૂંટણીમાં 14 રાજનૈતિક પ્રતિદ્વંધીઓનો સામનો કરવો પડ્યો હતો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પર અત્યાર સુધી સર્વાધિક 77 ઉમેદવારો સાથે ટકરાવું પડશે. જ્યારે તેમની પર સામાજિક-સાંસ્કૃતિક તાણા-વાણાને ગૂંથવાની જવાબદારી હશે. જેને તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે બતાવવાની કોશીશ કરવામાં આવી. મોદી બીજી બેઠક છે ગુજરાતની વડોદરા જેમાં તેમની સામે કૂલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે, આ હિસાબે જોવા જઇએ તો પીએમની ખુરશી સુધી પહોંચવા માટે બંને બેઠકોના મળીને કૂલ 84 ઉમેદવારો સામે એકલો ગુજરાતનો ભડવીર ઊભો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X