Varanasi Election Result 2024: વારાણસીમાં માંડ જીત્યા નરેન્દ્ર મોદી, જાણો અજય રાયને કેટલા મત મળ્યા
Varanasi Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 માટે દેશની સૌથી હોટ બેઠકોમાંથી એક વારાણસી બેઠકના પરિણામો આવી ગયા છે. આ વખતે નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત જંગી મતોથી જીત્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માટે વારાણસી લોકસભા સીટ માટે છેલ્લા એટલે કે સાતમા તબક્કામાં મતદાન થયું હતું. 4 જૂનના રોજ મતગણતરીમાં નરેન્દ્ર મોદી આ બેઠક પરથી શરૂઆતના વલણોમાં પાછળ રહ્યા હતા. જોકે, પાછળથી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને 1.5 લાખથી વધુ મતોથી આ બેઠક જીતી હતી.
PM નરેન્દ્ર મોદી સામે INDIA ગઠબંધનના અજય રાય મેદાનમાં હતા - ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 માટે વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઓફ ઈન્ડી એલાયન્સના પ્રદેશ અધ્યક્ષ અજય રાય તેમની સામે મેદાનમાં હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં અજય રાયે વારાણસીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તેમને 7.34 ટકા મત મળ્યા હતા.
ભાજપનું ટેન્શન કેમ વધ્યું? - ભાજપ માટે ચિંતાનો વિષય છે કે, નરેન્દ્ર મોદી જેવા વ્યક્તિત્વના મતોમાં ઘટાડો થયો છે. વડાપ્રધાન મોદીના રાજકીય કદના હિસાબે તેમની જીતને ઓછી આંકવામાં આવી રહી છે. આ વખતે જીતનું માર્જીન 1 લાખ 52 હજાર 513 વોટ હતું. જ્યારે 2019ની ચૂંટણીમાં આ તફાવત ચાર લાખથી વધુ હતો.












Click it and Unblock the Notifications
